ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો, 2024માં હશે આ ગેમપ્લાન
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપે રેકોર્ટ બ્રેક સીટો મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે. આ જીતમાં મોદી મેજીક ચાલી છે. આ જીતમાં મોદી પ્રતિ લોકોનો પ્રેમ જોવા મળ્યો છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત બાદ 2024ની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફરી એકવાર જણાવી દીધું છે કે 2024માં ભાજપ અનેક રેકોર્ડ બનાવશે. જેના માટે અત્યારથી જ વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ આજે સીઆર પાટિલે ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો તેનો ખુલાસો કર્યો હતો અને 2024માં કયા ગેમપ્લાન પર પાર્ટી આગળ વધશે તેની વાત કરી હતી.
સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સ
સીઆર પાટીલે જણાવ્યું હતું કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપે રેકોર્ટ બ્રેક સીટો મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે. આ જીતમાં મોદી મેજીક ચાલી છે. આ જીતમાં મોદી પ્રતિ લોકોનો પ્રેમ જોવા મળ્યો છે. મોદી સાહેબે ગુજરાતમાં અનેક સભાઓ કરી, જેના કારણે લોકોનો પીએમ મોદી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ચૂંટણીમાં મોદી સાહેબનો મેજીક ચાલ્યો છે જેના કારણે ઐતિહાસિક વિજય ભાજપને મળ્યો છે.
દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં રહ્યા હતા અને તેમને ચૂંટણી જીતવા મહેનત કરી હતી. એટલું જ નહીં, કેન્દ્રના અનેક નેતા ભાજપ શાસિત રાજ્યના મંત્રી અને પેજ કમિટીના કાર્યકતાઓએ જે મહેનત કરી તેના કારણે ગુજરાતમાં ભવ્ય વિજય મળ્યો છે. પાટીલે ઉમેર્યું હતું કે, 2002થી નરેન્દ્ર મોદીએ જે કામો કર્યા છે, તેનાથી લોકોમાં વિશ્વાસ બેઠો છે. કોંગ્રેસ પાસે માત્ર એક જ મુદ્દો હતો. એન્ટી ઇન્કબનસી મળશે અને તેમને ફાયદો થશે. ગુજરાતની જીતની દેશ ભરમાં ચર્ચા થઈ હતી.
સીઆર પાટિલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં 17 હજાર આસોલેશન બેડ શરૂ કર્યા હતા. જેમાં ભાજપ કાર્યકર્તા સિવાય કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા દેખાયા નથી. 3 લાખ બાળકોને દત્તક લઈને પોષણ યુક્ત આહાર મળે તેવી વ્યવસ્થા હાલ કરવામાં આવી છે. ભાજપ પાર્ટી માત્ર વોટ માટે જ નહીં, કામ કરે છે. મને વિશ્વાસ છે 2024ની ચૂંટણીમાં અનેક રેકોર્ટ બનાવવાના છે. જેના માટે તેમણે કાર્યકરોને એક્શનમાં આવી જવા કહ્યું છે અને વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, આગામી 23 અને 24 જાન્યુઆરીએ ગુજરાત ભાજપની કારોબારી મળવા જઈ રહી છે. સુરેન્દ્રનગરમાં થનારી આ બેઠકની અધ્યક્ષતા સી. આર. પાટીલ કરશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. કારોબારી મામલે માહિતી આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતની વાત કરી હતી. સી. આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે જીત બાદ અમારી જવાબદારી વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે