દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને વધારાની બસો દોડાવશે એસટી તંત્ર

સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ જવા માટે 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી તંત્ર વધારાની બસો દોડાવશે. 

દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને વધારાની બસો દોડાવશે એસટી તંત્ર

હિતલ પારેખ/ગાંધીનગરઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તહેવારમાં રજાઓને કારણે લોકો પોતાના વતનમાં જતાં હોય છે. તહેવાર દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સૌરાષ્ટ્ર તથા રાજ્યના અન્ય વિસ્તારોના લોકો વધારે રહે છે. ત્યારે આ તમામ લોકોને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુરતથી 1200 બસો દોડાવવામાં આવશે. તંત્ર દ્વારા કુલ 1500 ટ્રોપો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 

સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોએ જવા માટે 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી તંત્ર વધારાની બસો દોડાવશે. વધારાની બસોનું સંચાલન બસ સ્ટેન્ડ સિવાય લંબે હનુમાન રોડ, વરાછાથી કરવામાં આવશે. 

સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદથી રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુંધામાતા જેવા રૂટો ઉપર પણ તહેવારલક્ષી સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. 

આ સાથે નિગમના અન્ય વિભાગો દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરોમાં મુસાફરોના ઘસારાને ધ્યાને લઈને વિવિધ રૂટો માટે 300 વાહનો થકી વધારાનું સંચાલન કરવામાં આવશે. જેનો સીધો લાભ મુસાફરોને મળશે. આ તમામ બસો માટે મુસાફરો એસટીની સાઇટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. 

જુઓ LIVE TV : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news