ઝઘડીયા-રાજપીપાળા રૂટની બસ અવિધા નજીક પાણીમાં ફસાઇ, 21 મુસાફરોને બચાવાયા

ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવા વાહન સેવાને પણ અસર થઈ છે. 

  ઝઘડીયા-રાજપીપાળા રૂટની બસ અવિધા નજીક પાણીમાં ફસાઇ, 21 મુસાફરોને બચાવાયા

ભરૂચઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડ, વડોદરા, ભરૂચ સહિત અનેક જગ્યાએ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. તો ઝઘડીયા-રાજપીપળા રૂટની બસ અવિધા નજીક પાણીમાં ફસાઈ ગઈ હતી. બસ ફસાઇ જવાને કારણે બસમાં સવાર 21 મુસાફરોનું રેશ્કયું કરવામાં આવ્યું હતું. બસમાં સવાર મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસની છત પર ચઢી ગયા હતા. આ ઘટના બાદ એસટી તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news