અમદાવાદ: SOGની ટીમે ગેરકાયદેસર ભારતમાં આવેલા 14 બાંગ્લાદેશીની કરી ધરપકડ

શહેર SOGએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી 14 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે બોડેર ક્રોસ કરી ભારતના જુદા-જુદા રાજ્યોમાં વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે

અમદાવાદ: SOGની ટીમે ગેરકાયદેસર ભારતમાં આવેલા 14 બાંગ્લાદેશીની કરી ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેર SOGએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી 14 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે બોડેર ક્રોસ કરી ભારતના જુદા-જુદા રાજ્યોમાં વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું છે

SOGએ શહેરમાં હાથ ધરેલા ઓપરેસનમાં સીટીના અલગ-અલગ વિસ્તાર અમદાવાદના ચંડોલા, વટવા, ઘાટલોડિયા, ઓઢવ, નરોડા સહિતના અનેક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી અમદાવાદમાં છૂપી રીતે સ્થાયી થયેલા 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદ: 2 દિવસમાં BRTSની ટક્કરે 3ના મોત, છેલ્લા ચાર વર્ષમાં 163 અકસ્માત

SOG દ્વારા ઝડપી પાડવામાં આવેલા તમામા લોકોની હાલ પોલીસ પુછપરછ કરી રહી છે કે, તેઓ ભારત કઈ રીતે અને ક્યાં ઉદ્દેશ્યથી ભારતમાં આવ્યા હતા. અને તેમના દ્વારા ભારત સિવાય બાંગ્લાદેશમાં કોઇ ગુન્હીત પ્રવૃતિ કરવામાં આવી છે, કે નહિ તેના પર શહેર એસઓજી તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news