ઢોંગ કરીને ચોરી કરતી ગેંગનો રાજકોટમાં પર્દાફાશ; એક, બે નહીં, 36 ગુનાઓનો ભેદ ખુલ્યો

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને રિક્ષામાં બેસાડી ધકકા મુકી તેમજ ઉલટી ઉબકા સહીતના ઢોંગ કરી નજર ચુકવી રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે ફરિયાદો વધાતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માહીતીને આધારે 4 શખસને ઝડપી પાડી 36 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. 

ઢોંગ કરીને ચોરી કરતી ગેંગનો રાજકોટમાં પર્દાફાશ; એક, બે નહીં, 36 ગુનાઓનો ભેદ ખુલ્યો

ઝી બ્યુરો/રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને રિક્ષામાં બેસાડી ધકકા મુકી તેમજ ઉલટી ઉબકા સહીતના ઢોંગ કરી નજર ચુકવી રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે ફરિયાદો વધાતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માહીતીને આધારે 4 શખસને ઝડપી પાડી 36 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. બનાવને પગલે પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી ત્રણ રિક્ષા, રોકડ, સહિત કુલ 2.38 લાખની મતા કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી મોબાઈલ અને રોકડની ચોરી કરતા હોવાની ફરીયાદો વધતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભગવતીપરામાં આવાસના કવાટરમાં રહેતા રાહીલ દિલાવરભાઈ બાબવાણી, રફીક ઉર્ફે ભેરો હનીફભાઈ શેખ, ભકિતનગર સર્કલ પાસે ફુટપાટ પર રહેતો ગુણવંત રાજુભાઈ મકવાણા, ભગવતીપરામાં રહેતો રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમાને ઉઠાવી લઈ તેની પુછતાછ હાથ ધરી હતી. 

આરોપીઓએ છેલ્લા એક માસ દરમિયાન રાજકોટ, વાકાનેર, પડઘરી, વિછીયા, ચોટીલા પાસેથી રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડ-મોબાઈલની ચોરી કરી હોવાનું રટણ કરતા પોલીસે તપાસ કરતા 36 ચોરીના ભેદ ખુલ્યા હતા. 

2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે તપાસ કરતા આરોપીઓ રાહીલ અને રફીક અગાઉ થોરાળા પોલીસમાં અને ગુણવંત અગાઉ રાજકોટ, મોરબી, જામનગર સહિતના પોલીસ ચોપડે ચડી ચુકયા હોવાનું બહાર આવતા તેની પાસેથી ત્રણ રિક્ષા, ચાર મોબાઈલ અને રૂ.14 હજારની રોકડ મળી કુલ રૂ.2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news