એસ કે લાંગાની મુશ્કેલીઓમાં વધારો! વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો શું હતો સમગ્ર મામલો?

ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું.

એસ કે લાંગાની મુશ્કેલીઓમાં વધારો! વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો શું હતો સમગ્ર મામલો?

ઝી બ્યુરો/અમદાવાદ: ​​​​​​​ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાની ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલ્કત મામલે ધરપકડ કરાયા બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. લાંગાના કુલ 9 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા આજે વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. લાંગાના ગાંધીનગર કલેકટરના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી રેતીની લીઝ અને હથિયારના પરવાનાની તપાસ કરવાની સહિતના અન્ય મુદ્દાઓને ટાંકીને વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.

કોણ છે એસ.કે.લાંગા?
ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગરમાં કલેક્ટર હતા તે સમયે પણ ઘણાં મામલા સામે આવ્યાં હતાં. એસ. કે. લાંગા 6 જિલ્લામાં RAC, DDO અને કલેક્ટર પદે રાજયોગ ભોગવી ચૂક્યાં છે. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.

શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ નજીક કલોલ તાલુકાના મૂલસાણા ગામની પાંજરાપોળની અંદાજે 10 હજાર કરોડની જમીન બિનખેતી કરીને બિલ્ડરોને આપી દેવાના પ્રકરણમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે સરકારે એફઆઇઆર દાખલ કરીને ગુનો નોંધ્યો હતો. ગાંધીનગરમાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે લગભગ 60 લાખ ચોરસ વાર અને અંદાજે રૂ.20,000 કરોડની કિંમતની આ જમીનમાં અમદાવાદ પાંજરાપોળ પાસે ભાડાપટ્ટાની અને  ગણોતિયાની જમીન ગેરકાયદેસર રીતે અમદાવાદના મોટા બિલ્ડરો, રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓએ કેવી રીતે ટાઈટલ ક્લીયર કરાવી લીધી હતી.

અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર આપવામાં આવ્યો હતો. આ ભાડા પટ્ટામાં લગભગ 2200 વીઘા જમીન મળી હતી. કોઈ એક વ્યક્તિના નામે આ જમીનમાં ટોચ મર્યાદા લાગુ પડે એટલે આ જમીનના કટકા કરી થોડા-થોડા વીઘા જમીનનો ભાડા પટ્ટો રદ્દ કરી, દરેક રદ્દ થયેલા ભાડા પટ્ટાને બિન ખેતી કરાવી લેવાનું કારસ્તાન પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું.

અમદાવાદના પાંજરાપોળ અને ગણોતિયાના કબજામાં રહેલી આ જમીન બિન ખેતી થાય, તેનું વેચાણ થાય અને ખાનગી બિલ્ડર તેમાં પ્લોટિંગ કે બંગલાની સ્કીમ વેચી કરોડોની કમાણી કરી શકે એના માટે થઈ રહેલા વર્ષો જુના પ્રયાસોનો અંત લાંગા જ્યારે કલેકટર હતા ત્યારે આવ્યો છે એટલે દોષ એમના ઉપર ઢોળી દઈ મોટા માથાઓ, રાજકીય નેતાઓ અને અધિકારીઓ બચવા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, આ જમીન બિન ખેતી કરવાની પ્રક્રિયામાં સરકારના દરેક નિયમો, કાયદા અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો ઉમેરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news