જે ગીતે કિંજલ દવેને સેલિબ્રિટી બનાવી, તેના પર પ્રતિબંધ મૂકાયા બાદ આવી હતી તેની પ્રતિક્રીયા

 ગુજરાતમાં 'ચાર ચાર બંગડીવાળી' ગીત બાદ ઘરેઘરે જાણીતું નામ બની ગયેલી સિંગર કિંજલ દવે આ ગીતના કારણે જ વિવાદોમાં ઘેરાઇ છે. અમદાવાદની કમર્શિયલ કોર્ટે કિંજલને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા પર 22મી જાન્યુઆરી સુધી આદેશ કર્યો છે. સાથે જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું છે. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. મૂળ જામનગરના અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કાર્તિક પટેલે આ ગીત, રચના અને ધૂન પોતાની હોવાનો દાવો કરી અંદાજિત અઢી વર્ષ પહેલાં કિંજલ સામે કોપીરાઇટનો કેસ કર્યો હતો. જેનો આજે ચૂકાદો આવતા કિંજલ દવેનું આ ગીત ઇન્ટરનેટ પરથી પણ હટાવી લેવામાં આવશે.

જે ગીતે કિંજલ દવેને સેલિબ્રિટી બનાવી, તેના પર પ્રતિબંધ મૂકાયા બાદ આવી હતી તેની પ્રતિક્રીયા

જાવેદ સૈયદ/અમદાવાદ : ગુજરાતમાં 'ચાર ચાર બંગડીવાળી' ગીત બાદ ઘરેઘરે જાણીતું નામ બની ગયેલી સિંગર કિંજલ દવે આ ગીતના કારણે જ વિવાદોમાં ઘેરાઇ છે. અમદાવાદની કમર્શિયલ કોર્ટે કિંજલને ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ન ગાવા પર 22મી જાન્યુઆરી સુધી આદેશ કર્યો છે. સાથે જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું છે. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. મૂળ જામનગરના અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કાર્તિક પટેલે આ ગીત, રચના અને ધૂન પોતાની હોવાનો દાવો કરી અંદાજિત અઢી વર્ષ પહેલાં કિંજલ સામે કોપીરાઇટનો કેસ કર્યો હતો. જેનો આજે ચૂકાદો આવતા કિંજલ દવેનું આ ગીત ઇન્ટરનેટ પરથી પણ હટાવી લેવામાં આવશે.

આ મામલે કિંજલ દવેએ ઝી ૨૪ કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી. કિંજલ દવેએ પ્રતિબંધ બાદ કહ્યું કે, હવે મારું ગીત લોકોના હૃદયમાં છે, અને તે હંમેશા રહેશે. કોર્ટ પર અમને ભરોસો છે. નોટિસ હજી પણ મેં વાંચી નથી. આગળ શું પ્રોસેસ કરવાની છે તે વિશે હજી મને કંઈ જ ખબર નથી. જ્યારે ગીત આવ્યું હતું, ત્યારે જકંઈક થયું હતું, પણ મારા સુધી વાત જ પહોંચી ન હતી. કારણ કે, સરસ્વતી સ્ટુડિયો અને ફરિયાદ કરનાર બંને જ લડતા હતા. ગઈકાલે જ મને નોટિસ આવી છે. તેણે કહ્યું કે, કોર્ટમાં જે સત્ય છે, તે સત્ય છે. આવું બધુ તો સેલિબ્રિટીઝ સાથે થતું હોય છે, તે તો નોર્મલ જ છે. 

આ ગીતની માહિતી પર નજર કરીએ તો, આ ગુજરાતી ગીત રાઇટર મનુ રબારીએ ગીત લખ્યાનો દાવો કરાયો હતો. મનુ રબારી એ કિંજલ દવેના પિતાના મિત્ર છે. કિંજલ દવે 17 વર્ષની ઉંમરથી જ ફેમસ બની ગઈ હતી. પણ "ચાર ચાર બંગડી" ગીતે તેને સેલિબ્રિટી સ્ટેટસ અપાવ્યું હતું. તે જ્યાં પણ જાય, કે તેના દરેક કાર્યક્રમમાં આ જ ગીત ગાવાની ફરમાઇશ થતી હતી. યુટ્યૂબ પર પણ આ ગીતે ધૂમ મચાવી દીધી હતી. યુટ્યુબ પર ગીત 45 લાખથી વધુ વાર જોવાયું છે. તો સોશિયલ મીડિયા પર કુલ 1 કરોડથી વધુ વાર જોવાયું છે. નવરાત્રિ ઉત્સવમાં પણ આ જ ગીતે ધૂમ મચાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news