હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી

રાજકોટ શહેરમાં કોરોના વાયરસ (corona virus) ની અસરને લઈને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ આઈસોલેસન વોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યારે મલેશિયા ફરવા ગયેલી રાજકોટ (Rajkot) ની 30 વર્ષીય યુવતીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં યુવતીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ત્યારે શંકાસ્પદ કોરોનાની તપાસ અર્થે કાર્યવાહી શરૂ કરાઈ છે. 
હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી

સત્યમ હંસોરા/કેતન બગડા/અમરેલી :રાજકોટ શહેરમાં કોરોના વાયરસ (corona virus) ની અસરને લઈને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ આઈસોલેસન વોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યારે મલેશિયા ફરવા ગયેલી રાજકોટ (Rajkot) ની 30 વર્ષીય યુવતીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં યુવતીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ત્યારે શંકાસ્પદ કોરોનાની તપાસ અર્થે કાર્યવાહી શરૂ કરાઈ છે. 

બન્યુ એમ હતું કે, રાજકોટનું એક કપલ લગ્ન બાદ સિંગાપોર મલેશિયા ફરવા ગયું હતું. હનિમૂનથી પરત આવ્યા બાદ યુવતીને તાવ અને શરદી હતી. આ કપલ મુંબઈથી રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે યુવતીની તબિયત વધુ બગડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી. જેના બાદ તાત્કાલિક તેને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાઈ હતી. યુવતીના સેમ્પલ સેવાયા હતા. જોકે, તેના પતિમાં હજુ કોઈ લક્ષણો દેખાયા નથી. હાલ પરિવારના અન્ય સભ્યોને પણ ઓબ્ઝર્વેશન અંતર્ગત રખાયા છે. 

હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર એક્શન પ્લાન

અમરેલીમાં વિદ્યાર્થીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રનો હાશકારો
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની વ્યાપક અસર છે, ત્યારે અમરેલીમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર સજ્જ છે. થોડા દિવસ પહેલાં જ આવેલા એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના હોવાના કારણે અમરેલીના સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો હતો. અમરેલી જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રએ કોરોના વાઈરસને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ઈટાલીથી આવેલ એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોરોના જણાતા અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે આઈએસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે હાશકારો લીધો છે અને આ વિદ્યાર્થીને સ્વાઇન ફ્લૂની અસર હોવાનો રિપોર્ટમાં આવ્યું હોવાથી તેમને સ્વાઇન ફ્લૂની સારવાર હાલ તો ચાલુ છે. જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ પર પણ વિદેશથી આવી રહેલા જહાજોમા આવતાં વિદેશી ક્રુ મેમ્બરોને પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ડોક્ટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી માહિતી અમરેલી કલેક્ટરે આપી હતી.

કોરોના વાયરસને લઇ રાજકોટ તંત્ર સજ્જ
રાજકોટમાં કોરોના વારસને લઈને તંત્ર સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે એક આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને કલેક્ટર વચ્ચે બેઠક મળી હતી. વિદેશથી પરત ફરતા મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લાના 27 અને શહેરના 35 લોકોનું કરવામાં સ્કેનિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દૂબઇ અને થાઇલેન્ડથી પરત આવતા લોકોનું ખાસ ચેકિંગ કરાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news