‘પ્રસાદી આપો તો જ કામ થાય’, જાણો ગુજરાતના ભ્રષ્ટ બાબુઓનાં કારનામાઓનો રિપોર્ટ
સુરત CA એસોસિયેશન દ્વારા ગંભીર આરોપ મુક્યા છે કે SGSTમાં 1થી 1.5%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય છે. ગાડી પકડાય તો બાબુઓ 20% સુધી હિસ્સો માંગે છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં સ્ટેટ GST પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. સુરત CA એસોસિયન દ્વારા આરોપ લગાવામાં આવ્યા છે કે SGSTની કામગીરી દરમિયાન આવતી તકલીફને દૂર કરવાના નામે પ્રસાદી રૂપે લાંચ માંગે છે. આ હેરાનગતિને દૂર કરવા સુરત CA એસોસિયેશન દ્વારા નાણાંમંત્રી અને GSTના ઉચ્ચ અધિકારીને લેખિતમાં પત્ર લખી ફરિયાદ પણ કરી છે.
સુરત CA એસોસિયેશન દ્વારા ગંભીર આરોપ મુક્યા છે કે SGSTમાં 1થી 1.5%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય છે. ગાડી પકડાય તો બાબુઓ 20% સુધી હિસ્સો માંગે છે. જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. રિફંડ ઇશ્યુ કરવામાં જ અધિકારીઓ લાંચ લે છે. જ્યારે દરેક કામમાં કટકી માંગે છે. સી.એ. એસોસિએશને કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે રાજ્યની એકેય જીએસટી કચેરી ભ્રષ્ટાચારથી અછુતી રહી નથી. દરેક જગ્યાએ અને દરેક તબક્કે વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. પછી તે નવું રજિસ્ટ્રેશન હોય, રિફંડ હોય કે એસેસમેન્ટ હોય અધિકારીઓની ટકાવારી દરેક જગ્યા છે. ખાસ કરીને રિફંડ ઇશ્યુ કરવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે.
સી.એ. એસોસિએશનના આરોપ રિફંડમાં જ્યાં સુધી બાબુઓને દોઢથી બે ટકા ન આપવામાં આવે તો રિફંડ જ વેપારીઓના બેન્ક ખાતામાં પહોંચતું નથી, સી. એ. એસો.એ જીએસટી કરપ્શનના ત્રણ મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં રજિસ્ટ્રેશન પહેલો મુદ્દો છે.સી અને એસજીએસટીમાં અંદાજે મહિને 10 થી 12 હજાર જેટલી નવી અરજીઓ આવે છે, એટલે સરેરાશ એકથી સવા લાખ જેટલા નવા નંબર દર વર્ષે આવતા હોય છે અને સામે અનેક નંબર કેન્સલ પણ થતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે