હાશ! આખરે બરોડા ડેરીના વહીવટનો કકળાટ શાંત થયો; ફરી સેન્સ પ્રક્રિયામાં દિનુ મામા ચર્ચામાં!
બરોડા ડેરી ચૂંટણી મામલે આજે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપનું પ્રતિનિધિ મંડળની આગેવાનીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોરધન ઝડફિયા તેમજ સંગઠન મંત્રી રઘુનાથ હુંબલ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી.
Trending Photos
હાર્દિક દિક્ષીત/વડોદરા: બરોડા ડેરીના વહીવટનો કકળાટ આખરે શાંત થયો છે. આજે પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા બરોડા ડેરીની ચુંટણી માટેની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં તમામ લોકોએ સુર મિલાવી પાર્ટી જે કહેશે એ શિરોમાન્યાનો રાગ આલાપ્યો હતો.
બરોડા ડેરી ચૂંટણી મામલે આજે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપનું પ્રતિનિધિ મંડળની આગેવાનીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોરધન ઝડફિયા તેમજ સંગઠન મંત્રી રઘુનાથ હુંબલ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાઈ હતી. જેમાં સંસદ સભ્યો, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારોના પણ સેન્સ લેવામાં આવ્યા હતા. આખી આ સેન્સ પ્રક્રિયામાં ડભોઇના ડિરેક્ટરને પણ બોલાવાતા કુલ 11 લોકોના સેન્સ લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ બરોડા ડેરીમાં ચૂંટણી ટાણે ભારે બબાલ થઈ હતી. જેથી આ વખતે સેન્સ લેવાની પ્રક્રિયાનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું. બરોડા ડેરીને બદલે આજે સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પ્રકિયા હાથ ધરાઇ હતી. સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બધા ડિરેકટર સાથે રહેશે. હાલ ડેરીની ચૂંટણીને લઈને કોઈ જ વિવાદ નથી. પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે તેનો મેન્ડેડ આપશે. તો સાથે સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલ (મામા)ને પણ સેન્સ માટે બોલાવવામાં આવ્યા છે.
આજે ભાજપ દ્વારા સાંસદો તેમજ તમામ ધારાસભ્યોને સેન્સ માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર અને સાંસદ રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, તો સાથે જ ભાજપથી નારાજ થયેલા દિનુ મામા પણ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું હતું કે હું 2007 માં અપક્ષ લડીને ભાજપમાં જોડાયો હતો. આજે પાછો ભાજપમાં આવી રહ્યો છું, સેન્સ આપવા બોલાવ્યો છે એટલે આવ્યો છું. 11 ડિરેકટરને સાંભળવાના છે સેન્સ આવશે તે પ્રમાણે પાર્ટી નક્કી કરશે.
ડેરીના પૂર્વ પ્રમુખ જી બી સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રદેશના આગેવાનોને મળીને ડિરેક્ટરોએ પોતાની વાત રજૂ કરી છે. જી.બી સોલંકી.એ સંકેત આપતા કહ્યું હતું કે, આ વખતે પણ ડેરીની પરંપરા મુજબ બિન હરીફ વરણી થશે. પાર્ટીના નક્કી કરેલા નામો વાડા મેન્ડેડને માન્ય રખાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે