હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.

હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીના પોતાના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય લીધો છે. જી હા...પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂપિયા 1,50,000 ની રકમની લોન મળી શકશે.

અગાઉ પોલીસ અધિકારી અને કર્મચારીઓને માત્ર તેઓના સંતાનના લગ્ન માટે વેલ્ફેર ફંડમાંથી રૂ.1,50,000 ની લોન આપવામાં આવતી હતી. હાલમાં પોલીસદળમાં નાની ઉંમરના કર્મચારીઓની મોટા પ્રમાણમાં ભરતી થયેલ હોય આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે હવેથી પોલીસ કર્મચારીઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ લોન મળી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news