માહોલ જામ્યો: ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

માહોલ જામ્યો: ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

જૂનાગઢ: ગીરનાર લીલી પરિક્રમા જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.

ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનુ ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.

ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે, અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઇલેટ બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઇટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ જુઓ વીડિયો:-

ગીરનાર લીલી પરિક્રમામાં વર્ષોથી સેવાની જ્યોત જગાવી શિદ્ધનાથ સેવા મંડળ અન્નક્ષેત્ર છેલ્લા 13 વર્ષથી ચલાવે છે. જેમા સુરત અને રાજકોટના 300 જેટલા લોકો સેવા આપે છે. અન્નક્ષેત્રમાં એક પણ પ્રકારનુ દાન લેતા નથી. સિધ્ધનાથ અન્નક્ષેત્રમાં 36 ડબ્બા ઘી, 51 ડબ્બા તેલ, 600 મણ રવો અને ખાંડ, તુવેરદાળ 600 કીલો, ચોખા 1200 કીલો, ઘવ 121 મણ,1500 કીલો શાકભાજી ,110 કીલો શાકભાજી સહીત અન્ય ખાધ્ય સામગ્રી સાથે જીણાબાવાની મઢીના રસ્તે અન્નક્ષેત્ર વિના મૂલ્યે ચલાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news