મહેસાણામાં ચાલુ સભાએ મહિલા સુરક્ષાકર્મી ઢળી પડતા PM મોદીએ રોક્યુ સંબોધન

Gujarat Elections 2022 : મહેસાણામાં જનસભા દરમિયાન પીએમ મોદીની માનવતા જોવા મળી... સિક્યોરિટી મહિલા ઢળી પડતાં પ્રધાનમંત્રીએ સંબોધન અટકાવી દીધું... સુરક્ષાકર્મીને બેસાડીને પાણીની વ્યવસ્થા કરવા કર્યો આદેશ...     
 

મહેસાણામાં ચાલુ સભાએ મહિલા સુરક્ષાકર્મી ઢળી પડતા PM મોદીએ રોક્યુ સંબોધન

Gujarat Elections 2022 : પ્રધાનમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેમણે પહેલી જનસભા મહેસાણામાં સંબોધી હતી. મહેસાણામાં સભા કરીને તેઓએ મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોને ટાર્ગેટ કરી હતી. ચૂંટણી પૂર્વે આ સભા મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે ખૂબ મહત્વની સાબિત થશે. ત્યારે જનસભા દરમિયાન પીએમ મોદીનો માનવતાનો કિસ્સો જોવા મળ્યો હતો. તેમના સંબોધન દરમિયાન એક સિક્યુરિટી મહિલા ઢળી પડી હતી. ત્યારે તેમણે સ્ટેજ પરથી મહિલાની સ્વાસ્થયની ચિંતા કરી હતી. 

મહેસાણામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન સિક્યોરિટી ટીમની એક મહિલા ઢળી પડ્યા હતા. બંદોબસ્તને કારણે મહિલાને ચક્કર આવી ગયા હતા. ત્યારે ઘટના બનતા જ પીએમ મોદીએ પોતાનું ભાષણ અટકાવ્યુ હતું. તેમને મહિલાને પાણી આપીને બેસાડવાની વાત  સ્ટેજ પરથી કરી હતી. સંબોધન રોકીને તેમણે પાણી અપાવવાનો આદેશ કર્યો હતો. 

સ્ટેજ પરથી પીએમ મોદી સંબોધન વચ્ચે બોલ્યા હતા કે, ‘એમને પાણી વગેરે આપો ભાઈ, એમને બેસાડી દો રૂમમાં.’ ત્યારે સભામાં સૌ કોઈનું ધ્યાન એ તરફ ગયુ હતું. આમ, ભરી સભામાં પીએમ મોદીએ નારીશક્તિનુ સન્માન કરતી અનોખી મિસાલ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના માનવતાના કિસ્સા અનેક છે. અનેકવાર તેઓએ પોતાનો કાફલો રોકાવીને, રેલી વચ્ચે લોકોની મદદ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news