TRAI Guideline: મોટી ખુશખબરી! ટીવી જોવાનું થશે સસ્તું! TRAI એ જાહેર કર્યા નવા નિયમ
TRAI Rules: જો તમને પણ ટીવી જોવાનું પસંદ છે તો તમે તે પહેલાં ટ્રાઇની નવી ગાઇડલાઇડન વિશે જરૂર જાણી લો. ઇન્ડીયા ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
Trending Photos
TRAI New Guidelines: ટીવી જોવાના શોખીનો માટે મોટી ખુશખબરી છે. જો તમે પણ ટીવી જોવાનું પસંદ કરો છો તો તમે આ પહેલાં ટ્રાઇની નવી ગાઇડલાઇન વિશે જરૂર જાણી લો. ઇન્ડીયા ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરી છે. TRAI એ નવા ટેરિફ ઓર્ડર 2.0 ને રિવાઇઝ કરી દીધી છે, જેના કરોડો ગ્રાહક પર અસર પડશે. આવો તમને જણાવીએ કે હવે નવા નિયમ શું છે-
શું છે નવા નિયમ?
નવા નિયમો અંતગર્ત 19 રૂપિયા અથવા પછી તેનાથી ઓછી કિંમતવાળા જે પણ ચેનલ છે તે તમામ ચેનલો બુકેમાં સામેલ થઇ શકશે. ટ્રાઇના નિર્ણય બાદ કેબલ અને ડીટીએચ ગ્રાહકોને ખૂબ રાહત મળશે.
1 ફેબ્રુઆરી 2023 થી લાગૂ થશે નવા નિયમ
TRAI તરફથી મળેલી જાણકારી અનુસાર નવી ગાઇડલાઇન 1 ફ્રેબ્રુઆરી 2023 થી લાગૂ થઇ જશે. તેની સાથે જ ટ્રાઇએ કહ્યું કે તમામ ચેનલ આ સુનિશ્વિત કરી લે કે 1 ફેબ્રુઆરી બાદથી ગ્રાહઓને તેમના દ્વારા સિલેક્ટ કરેલી ચેનલ અથવા પછી બુકેના અનુસાર જ સેવાઓ આપવામાં આવશે.
ફેરફારનો થશે રિપોર્ટ
આ સાથે જ ટ્રાઇએ કહ્યું કે તમામ બ્રોડકાસ્ટર 16 ડિસેમ્બર સુધી તમારી ચેનલ, ચેનલની એમઆરપી અને ચેનલના બુકે સ્ટ્રક્ચરમાં કોઇપણ ફેરફાર વિશે રિપોર્ટ કરશે.
45 ટકા સુધી મળશે છૂટ
આ ઉપરાંત ટ્રાઇએ એ પણ કહ્યું કે બ્રાડકાસ્ટર બુકેનું મૂલ્ય નિર્ધારણ કરતી વખતે તેમાં સામેલ પેડ ચેનલોના એમઆરપીના યોગથી મેક્સિમમ 45 ટકા છૂટ આપી શકે છે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે