નરોડામાં પૈસા ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધપરકડ
નરોડા વિસ્તારમાં એકના ડબલ કમાવાની લાલચે અહીં વસતા લોકોએ રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ફાઇનાન્સ નામથી ચાલતા કંપનીમાં અલગ-અલગ લોકોએ મોટી માલવણ રકમનું રોકાણ કર્યું હતું.
Trending Photos
જાવેદ સૈયદ, અમદાવાદ: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત સાર્થક કરી છે. નરોડા વિસ્તારમાં એકના ડબલ કમાવાની લાલચે અહીં વસતા લોકોએ રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ફાઇનાન્સ નામથી ચાલતા કંપનીમાં અલગ-અલગ લોકોએ મોટી માલવણ રકમનું રોકાણ કર્યું હતું.
વધુમાં વાંચો: ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો
જ્યારે આ રોકાણકારોએ પૈસા અને પૈસાનું વળતર મેળવવા આ કંપનીનો સંપર્ક કર્યો ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. કારણ કે આ લોભિયાઓએ રોકાણકારોના આઠ લાખ રૂપિયા ચાઉં કરી ગયા કરી ગયા હતા. રોકાણ કરનારા રોકાણકારો તમામ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી આવ્યા હતા અને પોતાની ફરિયાદ નોંધાવી હતી.
200થી વધુ રોકાણકારો નરોડા પોલીસ સ્ટેશન આવી પોલીસ ઉપર સીધા આક્ષેપો કર્યા હતા. પોલીસ આરોપીઓને બચાવ કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે હાલ તો પોલીસે આ તમામ બાબતની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કોંભાંડ 50 લાખ રૂપિયાથી વાળું હોવાનું પોલીસનું માનવું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે