કોરોના-લોકડાઉન બાદ યંગસ્ટર્સમાં વધેલો ગુસ્સો અમસ્તો નથી, સરવેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું
Trending Photos
- કોરોના-લોકડાઉન બાદ 90% યંગસ્ટર્સ પાયરોમેનિયા માનસિક બીમારીના શિકાર થયા
- યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 940 યુવાનો અને તરુણોનો સર્વે કરવામાં આવ્યો
- કારણ વગર ગાળા ગાળી કરવું અને ઝગડવું એ આ માનસિક બીમારીના લક્ષણો છે
ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલા સરવેમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવન દ્વારા સરવે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારુ તારણ મળ્યું કે, કોરોના અને લોકડાઉન બાદ 90 ટકા યુવાનો અને તરુણોમાં પાયરોમેનિયા (pyromania disorder) જોવા મળિયો. 90 ટકા યુવાનો પાયરોમેનિયા રોગતી પીડાતા હોવાનુ ખૂલ્યું. તો 54 ટકા તરુણોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. સતત સ્ટ્રેસ અને ભયથી આ રોગ વધ્યો છે. જેમાં કારણ વગર ગાળા ગાળી કરતા અને ઝગડતા એ તેના લક્ષણો છે. રાત્રે કોઈના ઘરના કાચ તોડવા, કારના કાચ રોડવા અને વાહનોની લાઈનો પાડી આનંદ લેવો આ બધી માનસિક વૃત્તિ આ રોગમાં જોવા મળે છે. યુનિવર્સિટી (saurastra university) ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 940 યુવાનો અને તરુણોનો સર્વે કરવામાં આવ્યો હતો.
પાયરોમેનિયા એટલે શું ?
પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના, હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોઈ છે.પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5) માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે.
આ એક માનસિક વિકાર છે
કેટલાક લોકોને કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે જે એક માનસિક વિકાર (mental disorder) છે, જેને મનોવિજ્ઞાન માં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે. વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે કામ કરે છે. અને તે વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે, જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી, અને તક મળે એટલે તરત કંઇપણ બાળી નાખે છે, જો કે પીડિત વ્યક્તિ વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.
લક્ષણો
- પાયરોમેનીયા ધરાવતા લગભગ 90% વ્યક્તિઓ યુવાન પુરુષો છે.
- જેને પાયરોમેનીયા હોય છે તે દર 6 અઠવાડિયાની આસપાસ આ અસામાન્ય વર્તન શરૂ કરે છે.
- લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.
- પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.
પાયરોમેનિયાના કારણો
જે આવેગાત્મક સમસ્યાઓથી પીડાય છે અને વ્યક્તિગત રીતે ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈને હતાશા, ચિંતા, ડિપ્રેશનનો ભોગ બનેલ હોય છે, તેના કારણે વ્યક્તિમાં રોષ પેદા થાય છે. આ અવ્યવસ્થામાં, અસંતોષકારક વ્યક્તિત્વની હાજરી પ્રવર્તતી રહે છે, તેમજ સરેરાશથી આઇક્યુ ઓછો હોવો,(જો કે આ બધા કિસ્સાઓમાં સાચું નથી). બાળપણમાં દુર્વ્યવહાર ભોગ બનવું, જાતીય શોષણનો ભોગ બન્યા હોય, ઉચ્ચ સ્તરે હતાશા, આવેગ નિયંત્રણનો અભાવ, હીનતાભાવ, પોતાના મૂલ્યને વધારવાની તીવ્ર ઈચ્છા, માનસિક અસ્વસ્થ હોવું, મગજના રસાયણો, વધુ સમય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો, અથવા આનુવંશિકતાના કેટલાક અસંતુલનને સંબંધિત હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે