સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો, આ લિંક પર કરો ક્લિક

Surastra Univerisity Big Decision : પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. જેમાં લિંક ઓપન કરીને કોઈ પણ આ પરીક્ષાને લાઈવ નિહાળી શકશે

સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો, આ લિંક પર કરો ક્લિક

ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિ.માં ભણતા તમારા સંતાનોને પરીક્ષા આપતા તમે લાઈવ જોઈ શકશો એવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં પરીક્ષાનું લાઇવ સીસીટીવી પ્રસારણ જાહેર જનતા ઓનલાઈન નિહાળી શકશે. આ માટેનું સોમવારે કરાયેલુ ટ્રાયલ સફળ રહ્યુ હતું. પરીક્ષા લાઈવ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. જેમાં લિંક ઓપન કરીને કોઈ પણ આ પરીક્ષાને લાઈવ નિહાળી શકશે.

વિશ્વના કોઈ પણ ખૂણેથી પરીક્ષા લાઈવ જોઈ શકાશે 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પ્રો.ગિરીશ ભીમાણીએ જણાવ્યુ કે, દેશની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પરીક્ષા લાઈવ જોઈ શકાશે. કોઈપણ વ્યક્તિ લિંક પર જોઈને પરીક્ષા લાઈવ જોઈ શકશે. યુનિવર્સિટી વેબસાઇટ પર અલગ અલગ કેમેરાના એંગલથી પરીક્ષા ખંડ જોઈ શકાશે. વિદ્યાર્થીઓના પરિવારજનો અને વાલીઓ પણ બાળકોને જોઈ શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પરીક્ષાનું લાઇવ સીસીટીવી પ્રસારણ જાહેર જનતા ઓનલાઈન નિહાળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આઇપી એડ્રેસના આધારે ઓનલાઈન લિંક જાહેર કરી છે. 

આ લિંક પર લાઈવ પરીક્ષા જોઈ શકશો 

પરીક્ષા દરમિયાન જ લાઈવ જોઈ શકાશે
સોમવારે યુનિવર્સિટી દ્વારા લાઈવ ફૂટેજ માટે ટ્રાયલ કરવામાં આવ્યુ હતું. જે સફળ રહ્યુ હતું. જેથી આજથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં લાઈવ પ્રસારણ થઈ શકશે. આ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જેટલો સમય પરીક્ષા ચાલુ હશે તેટલો સમય જ સીસીટીવી ફૂટેજ જોઈ શકાશે. જેમ કે સવારે 10.30થી 1.30 અને બપોરે 3.30થી 6.30 દરમિયાન પરીક્ષા લેવાની હોય તો આ સમય દરમિયાન જ પોર્ટલ ઉપર સીસીટીવી ફૂટેજ લાઈવ નિહાળી શકાશે ત્યારબાદ જોઈ શકાશે નહીં.

પરીક્ષામાં 72 ઓબ્ઝર્વરની નિમણૂંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 127 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ 50 જેટલા અભ્યાસક્રમોમાં 51,955 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં વર્ષ 2016 માં નાપાસ થયેલ ઉમેદવારોને પણ છેલ્લી તક આપવામાં આવી છે, તેઓ પણ આ વર્ષે પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે 72 ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 5, 2022

પેપર ફૂટવાને લઈને પણ પગલા
પ્રશ્નપત્ર ફૂટવાની ઘટનાને લઈને પણ યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. આગામી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રો પર જ્યારે પ્રશ્ન પત્ર પહોંચશે ત્યારે QR કોડ સ્કેન કરીને જ ખોલવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રશ્નપત્ર નીકળે ત્યારથી જ પ્રશ્ન પત્ર જ્યાં પહોંચે તેનું QR કોડથી સ્કેન થશે. પરીક્ષા ખંડમાં પણ પેપર ખોલતા પહેલા QR કોડ સ્કેન કરવાનો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news