આ સૌરાષ્ટ્ર-કચ્છીઓએ ભારે કરી! માત્ર એક જ અઠવાડિયામાં કરી આટલા કરોડોની વીજચોરી, જાણો કેવી રીતે કરતાં ચોરી?

સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. તો એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની અધધ વીજ ચોરી ઝડપી પાડી છે.

આ સૌરાષ્ટ્ર-કચ્છીઓએ ભારે કરી! માત્ર એક જ અઠવાડિયામાં કરી આટલા કરોડોની વીજચોરી, જાણો કેવી રીતે કરતાં ચોરી?

ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપાય છે માત્ર એક જ અઠવાડિયામાં કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાય છે. માત્ર એક જ વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એટલા રૂપિયાની બીજી ચોરી ઝડપાય છે કે એટલા રૂપિયામાં તો નગરપાલિકા પોતાનું વાર્ષિક બજેટ આવી જાય. વીજ ચોરી કરનારાઓએ કેટલીક જગ્યાએ વિજ ચોરી કરવા માટે અવનવી તરકીબો અજમાવી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી જાય.

સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. તો એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની અધધ વીજ ચોરી ઝડપી પાડી છે. એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં કુલ 694438 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. 500થી વધુ ટીમ દ્વારા આવી જ ચોરી ડામવા માટે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

નાણાકીય વર્ષ 2022 - 2023 દરમિયાન આવી જ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. યુજીવીસીએલ ટીમના નેતૃત્વમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બનાવેલી ટીમ ચેકિંગમાં જતી જોકે આ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરવાની અવનવી તકનીકો પણ સામે આવી હતી. વીજ ચોરી કરનારા શકશો. ગ્રામ્ય વિસ્તારોમા મુખ્ય વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ ચોરી કરતા તો કેટલાક શકશો વીજ મીટરના મુખ્ય સિલમાં છેડછાડ કરી વીજ ચોરી કરતા કેટલાક તો આખો મીટર જ બાળી નાખી વીજ ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું.

  • સૌરાષ્ટ્ર કચ્છમાંથી 218 કરોડની વીજ ચોરી ઝડપાઈ
  • 694438 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા
  • 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી
  • 500 ટીમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં કરાયું હતું વીજ ચેકિંગ

કેવી રીતે કરતાં વીજ ચોરી?

  • ખુલ્લા વિજતારમાંથી ડાયરેક્ટ પોતાનું કનેક્શન જોડીને
  • મુખ્ય વીજ મીટરમાં છેલ્લા કરીને વીજ ચોરી કરતા
  • કેટલાક શખ્સો આખું મીટર વીજ મીટર બાળી નાખતા

ગુજરાતના આ શહેરમાં હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો! જાણો કેમ આવે છે હાર્ટ અટેક

વીજ ચોરી કરવી એ આમ તો ગુનો છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં આ ગુનો કરવો એ જાણે બહદુરીનું પ્રતીક હોય તેમ કેટલાક વીજચોરો બહાદુરી પૂર્વ વીજ ચોરી કરી રહ્યા છે. તો કેટલાક વીજ ચોરો પોતાની બુદ્ધિશક્તિનું પ્રદર્શન સમજી અવનવી ચાલાકી સાથે વીજ ચોરી કરતા હોય છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એક વર્ષમાં એટલી વીજ ચોરી ઝડપાઈ કે જેમાં એક નગરપાલિકાના બજેટ નીકળી જાય. 

સૌરાષ્ટ્રના અલગ અલગ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટમાં 2013.16 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, રાજકોટ ગ્રામ્યમાં 2333.46 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, મોરબીમાં 1526.01 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, પોરબંદરમાં 1625.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જામનગરમાં 2565.79 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ,ભુજમાં 821.55 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અંજારમાં 1585.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જુનાગઢમાં 1513.94 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અમરેલી 1899.39 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ બોટાદમાં 1013.00 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, ભાવનગરમાં 2957.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, સુરેન્દ્રનગરમાં 1990.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ આમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી કુલ 21845.47 રૂપિયાની વિજ ચોરી ઝડપાય છે.

પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કયા ડિવિઝનમાં વધુ નુકસાન જાય છે તે જોઈને ત્યાં અલગ અલગ ત્રણ સ્તરે વીજ ચેકિંગ માટેની ટીમ ઉતારવામાં આવતી હોય છે. આ ટીમ દ્વારા ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તારોમાં જઈને ચેકિંગ કરતું હોય છે.

એક વર્ષમાં ક્યા શહેરમાંથી કેટલી વીજ ચોરી ઝડપાય?
શહેર.                               દંડ
રાજકોટ                       2013.16
રાજકોટ ગ્રામ્ય.             2333.46
મોરબી.                       1526.01
પોરબંદર.                     1625.73
જામનગર.                     2565.79
ભુજ.                            821.55
અંજાર.                        1585.37
જુનાગઢ.                     1513.94
અમરેલી.                     1899.39
બોટાદ.                       1013.00
ભાવનગર.                    2957.73
સુરેન્દ્રનગર.                   1990.37
કુલ.                              21845.47

સામાન્ય રીતે આપણે જે કોઈ વસ્તુઓ વાપરીએ છીએ તેમની ચુકવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જોકે કેટલાક શખ્સો રૂપિયાની લાલચમાં પોતાની નૈતિક ફરજ ભૂલી જતા હોય છે. આવા કિસ્સાઓ વીજ ચોરીની બાબતમાં વધુ જોવા મળતા હોય છે. જોકે આવા શકસો જ્યારે વીજ ચોરીમાં ઝડપાઈ ત્યારે તેમને લાલચ ઘણી મોંઘી પડી જતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news