સમઢીયાળા : અંધશ્રદ્ધા દુર કરવા માટે કાળીચૌદસનાં દિવસે સત્યનારાયણની કથા કરી
Trending Photos
ગીરસોમનાથ : દેશમાં આજે પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાથી પીડાય છે. કાળી ચૌદશ જેવા દિવસો દરમિયાન લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા હોય છે. આ ઉપરાંત કકળાટ કાઢવા અને વડા જુવારવા જેવા કામ કરતા હોય છે. ચાર રસ્તાઓ પર અનાજનો વેડફાટ કરતા હોય છે. ત્યારે ગીરગઢડાનાં મોટા સમઢીયાળા ગામે લોકોની અંધશ્રદ્ધા દુર કરવા માટેનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અહીંના ગ્રામજનોએ લોકોની અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો આ પ્રયાસ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ
સમઢીયાળાના ગ્રામજનો દ્વારા સ્મશાનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો એવું માનતા હોય છે કે, કાળી ચૌદસનાં દિવસે સ્મશાનમાં ભુતપ્રેત ફરતા હોય છે જેથી બહાર ન નિકળવું જોઇએ. સ્મશાનમાં તો જવું જ ન જોઇએ. જો કે કેટલાક યુવાનો દ્વારા સ્મશાનમાં સત્યનારાયણની પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે મોટા પ્રમાણમાં લોકો સ્મશાનમાં પહોંચ્યા હતા. સત્યનારાયણની પુજા કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગ્રામજનોનું માનવું છે કે તેમના આ પ્રયાસથી લોકોમાં ભુતપ્રેતનો ડર દુર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે