નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટી 124.79 મીટર પહોચી, દર કલાકે 2સેમીની વધારો

ઉપવાસમાં પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં સતત વધારો, સરદાર સરોવર ડેમની સપાટી 124.79 મીટર પહોંચી છે.

નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટી 124.79 મીટર પહોચી, દર કલાકે 2સેમીની વધારો

જયેશ દોશી/નર્મદા: ઉપવાસમાં પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં સતત વધારો જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાંથી પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમમાં 28,202 ક્યુસેક પાણીની આવક થઇ જ્યારે 10155 ક્યુસેક પાણીની જાવક થઇ હતી. ડેમની સપાટીમાં દર કલાકે 2 સેમીનો વધારો જોવા મળ્યો હતો. 

Narmada-Dam-2

હાલ દરવાજા ન હોત તો ડેમ 2.85 મીટરથી ઓવરફ્લો હોત
ઉપવારમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જો ડેમમાં ઉપરના દરવાજાનું નિર્માણ ન થયું હોત તો હાલ ડેમ 2.85 મીટરથી ઓવરફ્લો થઇ ગયો હોત. અત્યારે સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 2078.45MCM નોધાયો છે. જ્યારો પાણીની સારી આવકને કારણે CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news