સાણંદમાં ડે. કલેક્ટરની આત્મહત્યા, એવુ તો શું થયું કે નવા ઘરમાં જ મોત વ્હાલુ કર્યું, પરિવારના આક્ષેપ

Crime News : પ્રાંત અધિકારીના આપઘાત પર પરિવારોએ સવાલ ઉઠાવીને કહ્યં, અમારો ભાઈ આત્મહત્યા કરી જ ન શકે

સાણંદમાં ડે. કલેક્ટરની આત્મહત્યા, એવુ તો શું થયું કે નવા ઘરમાં જ મોત વ્હાલુ કર્યું, પરિવારના આક્ષેપ

ઉદય રંજન/અમદાવાદ :ચૂંટણીના જોરસોર વચ્ચે સાણંદના ડેપ્યુટી કલેકટર રાજેન્દ્ર પટેલના કથિત આત્મહત્યાથી ચારે તરફ ચકચારી મચી ગઈ છે. એક તરફ પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાને આત્મહત્યા હોવાનું કહી રહી છે તો બીજી તરફ પરિવાર રાજેન્દ્ર પટેલનું મૃત્યુ આત્મહત્યાને કારણે ન થઇ હોવાનો દાવો કરી રહ્યા છે. પરિવારના લોકો ન્યાયિક તપાસની માંગણી કરી રહ્યા છે. 

મારો ભાઈ આત્મહત્યાના કરી શકે, તપાસ કરો - પરિવારનો આક્ષેપ
સાણંદના નવનિર્મિત ફ્લોરામાં આજે સવારે 9:30 વાગે સાણંદના ડેપ્યુટી કલેકટર રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા સ્થાનિકોએ 108 ને કોલ કર્યો. 108 સ્થળ ઉપર આવતા રાજેન્દ્ર પટેલને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજેન્દ્ર પટેલ 15 દિવસ પહેલા જ નિર્મિત ફ્લોરામાં રહેવા આવ્યા હતા. તેઓ 402 ફ્લેટ નંબરમાં રહેતા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે તેમણે ધાબેથી ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું. આ સામે રાજેન્દ્ર પટેલના ભાઈ હર્ષદ પટેલે જણાવ્યું કે સવારે 9:24 કલાકે રાજેન્દ્રએ ડ્રાઈવરને કોલ કરી ગાડી બોલાવી અને 9:31 કલાકે પરિવારને રાજેન્દ્રની મોતના સમાચાર મળ્યા એ કઈ રીતે શક્ય બને? મારો ભાઈ આત્મહત્યાના કરી શકે, તપાસ થવી જોઈએ.

15 દિવસ અગાઉ જ અહીં રહેવા આવ્યા હતા
રાજેન્દ્ર પટેલ મૂળ પાલનપુરના રહેવાસી છે. હાલ થોડા સમય પહેલા જ તેઓ અહીં રહેવા આવ્યા હતા. જો કે તેમનો પરિવાર પાલકનપુર રહેતો હતો. પોલીસને અત્યાર સુધી તપાસમાં મૃતક પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે. સાણંદ કથિત આપઘાત મામલે ડીવાયએસપી ભાસ્કરે વ્યાસે કહ્યું કે, પ્રેરણાતીર્થ પાસે સાણંદના પ્રાંત અધિકારીએ સ્યુસાઈડ કર્યું છે. પ્રાથમિક રીતે જોતા આ અકસ્માત લાગે છે. અમે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકો પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે. 

તમને જણાવી દઈએ કે, રાજેન્દ્ર પટેલ મૂળ પાલનપુરના વતની છે. 15 દિવસ પહેલા રાજેન્દ્ર પટેલ સાણંદમાં રહેવા માટે આવ્યા હતા. ત્યારે હવે 5મા માળેથી ઝંપલાવીને રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો તે અનેક સવાલો પેદા કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે રાજેન્દ્ર પટેલ ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા. અચાનક એવુ તો શું થયું કે, આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. તેમના અચાનક આપઘાત બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. 

કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા
રાજેન્દ્ર પટેલ ચૂંટણીમાં ફરજ બજાવ્યા હતા. તેથી તેમના મોત અંગે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા કે, રાજેન્દ્ર પટેલના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ ક્યારેય આત્મહત્યા કરી જ શકે નહીં. અમને લાગે છે કે, તેમની સાથે અન્ય કોઈ બનાવ બન્યો હશે. એટલે તેની તપાસ કરવામાં આવે તો વાત સ્પષ્ટ થઈ જશે. આમ કહીને પરિવાર એસડીએમની હત્યા તરફ શંકા કરી રહ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો કહી રહ્યા હતા કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણા વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી. સતત માતાજીની ઉપાસના કરતા હતા અને અંબાજીમાં સારી ફરજ નિભાવી હતી. ગુજરાતનો મોટો ભાદરવી પૂનમના મેળામાં સારી વ્યવસ્થા કરી હતી. આમ પોતાની ફરજને સારી રીતે નિભાવવા માટે કટીબદ્ધ અધિકારી છે. એટલે આત્મહત્યા કરી કેમ એ માનવવા આવે એવી વાત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news