સ્વાદપ્રિય સુરતીઓ માટે શિયાળો જામતા પોંકની મોસમ ખિલી, પ્રતિદિન હજારો કિલોનું ધૂમ વેચાણ, જાણો શું છે ભાવ?
નવેમ્બરના અંતથી જાન્યુઆરીના મધ્ય સુધીના સમય 'પોંક મોસમ' છે. સુરતીઓના મોમાં પોંક જાય નહીં, તો એનો શિયાળો એળે જાય એટલે પોંકને સૂકવીને બ્રિટન, કેનેડા, સ્વીત્ઝર્લેન્ડમાં મોકલવામાં આવે છે. તેમાંયે આંધળીવાનીનો પોચો પોંક તો નસીબવંતાના જ હાથમાં આવે.
Trending Photos
સુરત: સ્વાદપ્રિય સુરતીઓ માટે પોન્ક બજાર ખુલી ગયું છે.શિયાળો જામતા સુરત શહેરમાં પોંકની મોસમ ખીલી ઉઠી છે. ખાણી-પીણીના કેન્દ્રોમાં શિયાળુ અલ્પાહાર પોંકનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ખાસ કરીને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે શિયાડાનો અલ્પાહાર પોન્કની મજા માનવા પોંન્ક નગરીમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
નવેમ્બરના અંતથી જાન્યુઆરીના મધ્ય સુધીના સમય 'પોંક મોસમ' છે. સુરતીઓના મોમાં પોંક જાય નહીં, તો એનો શિયાળો એળે જાય એટલે પોંકને સૂકવીને બ્રિટન, કેનેડા, સ્વીત્ઝર્લેન્ડમાં મોકલવામાં આવે છે. તેમાંયે આંધળીવાનીનો પોચો પોંક તો નસીબવંતાના જ હાથમાં આવે. આમ જુઓ તો બાજરી, ઘઉં કે જુવારનો પોંક બીજે સ્થળે ખવાય છે. પરંતુ ધંધાકીય દ્રષ્ટિએ આંધળીવાની ઉગાડીને વેંચવામાં ફક્ત એક સુરત જ અગ્રસ્થાને છે.
વાનીનો પોંક માત્ર સુરતની જ ભઠ્ઠીનો જ બને છે. પોન્ક તાજો જ ખાવો પડે નહિતર ચાર છ કલાક થાય કે ચીકણો થવા માંડે છે. ઉપરાંત ગરમ પાણી ઉકાળી ચાળણીમાં મૂકવાની કરામતને કારણે કોરો ને ગરમ થઈ શકે. પરંતુ પેલા સ્વાદમાં જરૂર ઓટ આવે છે. સાથે સુરતી લવિગિંયા મરચાં વાળી લાલા લસણની ચટણી, છાશને લીંબુ મરીની સેવ. સવાદિયાઓ ગળ્યા વરયાળી દાણા નાંખે એટલે સ્વાદિષ્ટ બની જાય છે.
પોન્ક બજાર
ગયા વર્ષે પ્રતિ કિલો આજે
લીલોપોક 400 kg 500
પોન્ક વડા 320 340
પોન્ક પેટીસ. 320 340
પોન્ક સમોસા 320 340
સાડી સેવ. 300 320
તીખી સેવ. 320 340
લીંબુ મરી સેવ. 320 340
લસણ સેવ. 320 340
સુરત અડાજણ ગામના પટેલો આ વ્યવસાયમાં પડેલા છે. પહેલાં પોન્ક એ આટલો બધો લોકપ્રિય નહોતો. તાપીનો પૂલ ઓળંગી રાંદેરને રસ્તે જાઓ. તો નદી કિનારે આવેલા ખેતરોમાં પોન્ક બને છે. પહેલા ભઠ્ઠી પર જુવારના કણસલાં શેકાય ને પછી લાકડી મારી મારીને ડૂંડામાંથી દાણા બહાર કાઢે. સાફ કરીને બજારમાં વેચાણમાં મુકાય છે.
આજે આ વ્યવસાયમાં પડેલા લોકો વંશ પરંપરાથી આ કાર્ય કરે છે. પરંતુ હવે પહેલાની ખુલ્લી જમીન રહી નથી. સિમેન્ટ- કોંક્રીટના જંગલને કારણે પોન્ક ભઠ્ઠીઓ છેલ્લા શ્વાસ લેવા લાગી છે. પોંકની ભઠ્ઠીવાળાઓને ખર્ચ ઘણો આવે છે. બિયારણ, પાણી, જમીન ભાડુ, ભઠ્ઠી, શેકવું, મજૂરો, વાહન વગેરેમાં ઘણો ખર્ચ થાય છે. ૧૫ થી ૨૦ મજૂરો એક ભઠ્ઠા પર કામ કરે છે. વળી મોંઘવારીની અસર પણ જોવા મળી રહી છે, સરેરાશ પોન્કની વાનગીઓમાં પ્રતિકીલો 20 રૂપિયાનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે