ગુજરાતના આ ગામડામાં પાણીની મોકાણ! પીવાનું પાણી ડહોળુ આવતા મહિલાઓએ આ રીતે કર્યો વિરોધ
વડોદ ગામનાં રૂપારેલ ગામમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનાં પાણીનાં નળમાંથી ડહોળુ પાણી આવી રહ્યું છે. આ ડહોળુ પાણી જો પીવામાં આવે તો રોગચાળો ફાટી નિકળે તેમ છે. જેને લઈને મહિલાઓને પીવાનું શુદ્ધ પાણી ભરવા માટે આસપાસમાં બોરકુવાઓ પર રઝળપાટ કરવો પડે છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ તાલુકાનાં વડોદનાં રૂપારેલ ગામમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનાં પાણીનાં નળમાંથી ડહોળુ પાણી આવતા મહિલાઓને પીવાનું ચોખ્ખુ પાણી ભરવા માટે રઝળપાટ કરવો પડે છે, જેને લઈને મહિલાઓએ આજે રૂપારેલ ગામમાં માટલા ફોડી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદ ગામનાં રૂપારેલ ગામમાં છેલ્લા એક સપ્તાહથી પીવાનાં પાણીનાં નળમાંથી ડહોળુ પાણી આવી રહ્યું છે. આ ડહોળુ પાણી જો પીવામાં આવે તો રોગચાળો ફાટી નિકળે તેમ છે. જેને લઈને મહિલાઓને પીવાનું શુદ્ધ પાણી ભરવા માટે આસપાસમાં બોરકુવાઓ પર રઝળપાટ કરવો પડે છે. જેને લઈને મહિલાઓ દ્વારા આ અંગે ગ્રામપંચાયતમાં રજુઆતો કરવા છતાં રૂપારેલનાં રહીસોને પીવાનું શુધ્ધ પાણી મળતું નથી જેને લઈને સ્થાનિક મહિલાઓમાં રોષ પ્રવર્તી ઉઠયો છે.
મહિલાઓ દ્વારા આજે ગામમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શુધ્ધ પાણી આપવાની માંગ કરી હતી અને જો પીવાનું શુધ્ધ પાણી નહી મળે તો આગામી ચુંટણીમાં વોટ નહી આપવાની ચિમકી ઉચ્ચારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે