25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલી RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો, IG ની પાંખો કપાશે

આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આર.આર સેલને (રેપિડ રિસ્પોન્સ સેલ) રદ્દ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ગૃહવિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એસીપી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ અમદાવાદ રેન્જ IG ના તાબા હેઠળના આર.આર સેલનો કર્મચારી 50 લાખનો વહીવટ કરવા માટે ગયો અને પોલીસનાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે આર.આર સેલના દુરૂપયોગનો એક કિસ્સો હતો. જો કે તપાસ વધારે થાય તે પહેલા આર.આર સેલના વડા એટલે તત્કાલીન રેન્જ આઇજી કે.જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. જો કે હવે રાજ્ય સરકારે આ બાબતનું ભાન થયું હોય તેમ 25 વર્ષતી ચાલતા આર.આર સેલને કાયમ માટે બંધ કરી દેવાયો છે. 
25 વર્ષ પહેલા કેશુભાઇએ શરૂ કરેલી RR સેલને રૂપાણી સરકારે વિખેરી નાખ્યો, IG ની પાંખો કપાશે

અમદાવાદ : આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આર.આર સેલને (રેપિડ રિસ્પોન્સ સેલ) રદ્દ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા સમયથી ગૃહવિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં એસીપી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ અમદાવાદ રેન્જ IG ના તાબા હેઠળના આર.આર સેલનો કર્મચારી 50 લાખનો વહીવટ કરવા માટે ગયો અને પોલીસનાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે આર.આર સેલના દુરૂપયોગનો એક કિસ્સો હતો. જો કે તપાસ વધારે થાય તે પહેલા આર.આર સેલના વડા એટલે તત્કાલીન રેન્જ આઇજી કે.જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. જો કે હવે રાજ્ય સરકારે આ બાબતનું ભાન થયું હોય તેમ 25 વર્ષતી ચાલતા આર.આર સેલને કાયમ માટે બંધ કરી દેવાયો છે. 

આર.આર સેલની શરૂઆત 1995માં ગુજરાતમાં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જો કે 25 વર્ષ બાદ રૂપાણીના નેતૃત્વની ભાજપ સરકારે આરઆર સેલને રદ્દ કરી દીધો છે. આ અંગે એગ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આર.આર સેલની શરૂઆત માટે આઇજીને મહત્વની બાબતી મળે ત્યારે કામગીરી કરાવવા માટે થઇ હતી. જો કે ક્યારેક આ સેલનો દુરૂપયોગ થયો છે. આ વાત સત્ય છે. આ બધાની વચ્ચે આર.આર સેલ બંધ કરવાથી સમગ્ર સમસ્યા દુર થઇ જશે તે વાત શક્ય નથી. હવે કોઇ નવા નામથી સેલ શરૂ થશે. કામગીરી તો એ જ રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ 9 રેન્જ બનાવવામાં આવી છે. જેનાં IG ના તાબા હેઠળ આર.આર સેલ ચાલે છે. આર.આર સેલમાં નિમણુંક માટે પણ પોલીસ કર્મચારીઓ ભલામણ કે પત્રની જરૂર પડતી હતી અને ત્યાં પહોંચ્યા બાદ જિલ્લા LCB અને આર.આર સેલ વચ્ચે ઘણી વખ વિવાદો થતા હતા. 25 વર્ષથી કેટલાક રેન્જ IG અને DSP સારા સંબંધોના કારણે નિર્વિવાદ કામગીરી ચાલી હતી. જો કે કેટલાક ઇમાનદાર DSP અને તેનાથી વિપરીત માઇન્ડ સેટ ધરાવતા IG વચ્ચે અનેક વખત કોલ્ડ વોર થઇ હતી. જેના કારણે ક્રોસ રેડ જેવી બાબતો પણ સામે આવતી હતી. હવે સરકાર દ્વારા IG ને મળતી અબાધિત સત્તાઓની પાંખો કાપી નાખી છે. તેની સાથે જિલ્લા DSP અને લોકલ ક્રાઇમબ્રાન્ચની સત્તાઓમાં વધારો થશે. જેથી સ્થાનિક સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSP ને સત્તા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news