અમદાવાદ: પોલીસ અને લૂંટારા વચ્ચે ફાયરિંગ, ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવાં દ્વશ્યો સર્જાયા
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદઃ અમદાવાદ શહેરના છેડે આવેલા કઠવાડા નજીક નિલકંઠ રેસિડેન્સીમાં રાજસ્થાનની કુખ્યાત ગેંગ સંતાઇ હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાંન્ચની બે ટીમો તેમની અટકાયત કરવા પહોંચી હતી. જો કે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે પોલીસે વિચાર્યું પણ નહી હોય એવી સ્થિતિ સર્જાઇ. લૂંટારૂગેંગના સભ્યોએ ફ્લેટમાંથી પોલીસ પર 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના વળતા જવાબમાં પોલીસે સ્વબચાવ માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ અને લૂંટારા વચ્ચે ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તાર ગોળીબારના અવાજોથી ધણધણી ઉઠ્યો હતો. આ દરમિયાન એક લુટારુએ પોતાની પાસેની બે રિવોલ્વરથી હવામાં સાતથી વધુ ફાયરિંગ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ પ્રકારના ફાયરિંગ ફિલ્મી દ્વશ્યો જેવો નજારો સર્જાયો હતો. જે પ્રકારે ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલામાં પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગ થાય છે એ પ્રકારનું દ્વશ્ય સર્જાયું હતું.
અમદાવાદમાં ક્રાઈમબ્રાંચની ટીમ પર ફાયરિંગના મામલા પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો આ ઘટનામાં પોલીસે પ્રકાશ નામના આરોપીને ક્રાઈમબ્રાંચે ઘટનાસ્થળેથી જ ઝડપી લીધો છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમબ્રાંચની ટીમે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ કઠવાડા નજીક નિલકંઠ રેસિડન્સીમાં પહોંચી હતી.જ્યાં લૂંટના આરોપીઓએ ક્રાઈમની ટીમ પર સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અહીં આરોપીઓએ ક્રાઈમની ટીમ પર બેફામ ગોળીઓ વરસાવી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. સ્થાનિકોનું કહેવુ છે કે, પાંચથી વધુ આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું, જ્યારે સામા પક્ષે એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ઉદયપુરના કુખ્યાત ગુનેગાર પ્રતાપસિંહ રાજપૂત નામના શખ્સના સાગરિતો હતા. આ ગેંગે રાજસ્થાનમાં અગાઉ પણ બે પોલીસકર્મીની હત્યા કરી છે, અને એક વાર જેલ તોડીને ભાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ અનેક શહેરોમાં ઘરફોડ અને લૂંટના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, જે મકાનમાં આરોપીઓ રહેતા તે મકાન નિવૃત પોલીસકર્મીનું છે.
પોલીસ ઈન્સપેક્ટર રાજેશ સુવેરાના સ્કોડ દ્વારા એક ઈસમની ઘરફોડ ચોરી કરતો હોવાની બાતમીના આધારે અટક કરી પુછપરછ માટે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે અમદાવાદ શહેરના ઘરફોડ ચોરીઓની કબુલાત કરી હતી. તથા પોતાના સાથીદારોના નામ/વિગત જણાવતાં તેની સાથે ૨ ઘરફોડ ચોરીઓમાં પિન્ટુસિંઘ નામનો ઈસમ સામેલ હોવાનું પણ જણાવ્યું હતું.
આ પિન્ટુસિંઘનું રહેણાંક પોતે જાણતો હોઈ પિન્ટુસિંઘને અટક કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર યશપાલ ગોહિલ અને સ્કોડના માણસો કઠવાડા નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. ત્યાં પોલીસ ટીમ પર આ પિન્ટુંસિંઘ તથા તેના અન્ય સાગરિતો દ્વારા આઠેક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. સ્વબચાવમાં પોલીસ ટીમ દ્વારા ત્રણેક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. તેમછતાં પોલીસ ટીમ દ્વારા પકડવામાં આવેલા પિન્ટુસિંઘના સાગરિત પ્રતાપસિંહ રાજપુતને પોલીસે દબોચી લીધો હતો અને આરોપીઓનો બહાદુરીપૂર્વક સામનો કરી પ્રતાપસિંહને અટકાયત કરી હતી. ઉપરોક્ત બનાવમાં પોલીસ કે આરોપીઓ તરફે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
કોણ છે આરોપીઓ?
પ્રતાપસિંહ રાજપૂતની ગેંગના સાગરિતો
રાજસ્થાનમાં બે પોલીસકર્મીની હત્યા
એકવાર જેલ તોડીને ભાગ્યા છે આરોપીઓ
ગુજરાતમાં અનેક શહેરોમાં ઘરફોડ ચોરી
અનેક લૂંટના ગુનાઓને આપી ચૂક્યા છે અંજામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે