SANJU: રણબીરની એક્ટિંગના ચારેબાજુ વખાણ, પણ સલમાનને જરાય ન ગમી! જાણો શું કહ્યું?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને સંજય દત્તની મિત્રતા અંગે ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ આખો દેશ જાણે છે. બંને અભિનેતાઓ એક બીજાના ખુબ સારા મિત્ર છે.

SANJU: રણબીરની એક્ટિંગના ચારેબાજુ વખાણ, પણ સલમાનને જરાય ન ગમી! જાણો શું કહ્યું?

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને સંજય દત્તની મિત્રતા અંગે ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ આખો દેશ જાણે છે. બંને અભિનેતાઓ એક બીજાના ખુબ સારા મિત્ર છે. આ બાજુ સંજય દત્તની બાયોપિક સંજુ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા ભજવી છે. રણબીર કપૂરે જે રીતે સંજય દત્તનું પાત્ર ભજવ્યું છે તેના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે પરંતુ ભાઈજાન સલમાનને કઈ ખાસ પસંદ આવી રહ્યું નથી એવું લાગે છે. થોડા સમય પહેલા ફિલ્મનું એક ટ્રેલર રજુ થયું હતું. સલમાનને જ્યારે સંજૂના ટ્રેલર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે ફિલ્મના છેલ્લા ભાગમાં સંજય દત્તે જ પોતાની પાત્રની ભૂમિકા ભજવવી જોઈતી હતી.

આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. ફિલ્મ અંગે વાત કરતા સલમાન ખાને કહ્યું કે મને લાગે છે કે આ ભૂમિકા બીજુ કોઈ કેમ ભજવી રહ્યું છે. તેના જીવનના છેલ્લા 8-10 વર્ષની સાથે તમે ન્યાય કરી શકો નહીં. સંજૂના છેલ્લા ભાગમાં તેણે પોતે જ પોતાની ભૂમિકા ભજવવી જોઈતી હતી. તેણે કહ્યું કે મેં ટ્રેલર જોયું છે અને રાજુ હિરાની ખુબ જ સિન્સિબલ ફિલ્મમેકર છે. આ જ કારણે તેમણે આ ફિલ્મ બનાવી છે.

ત્યારબાદ જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તે પોતાના જીવન પર ફિલ્મ બને તેવું ઈચ્છે છે તો તેણે જવાબ આપ્યો કે તે નથી ઈચ્છતો કે તેના જીવન પર ફિલ્મ બને. નોંધનીય છે કે સલમાન ખાન જલદી રેસ 3 ફિલ્મમાં જોવા મળશે. હાલ સલમાન ખાન આ ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. ફિલ્મને રેમો ડિસૂઝાએ ડિરેક્ટ કરી છે. સલમાન સાથે જેકલીન ફર્નાન્ડિસ, ડેઈઝી શાહ, સાકિબ સલીમ, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news