રીક્ષાવાળાએ પૂછ્યું 'મારા ઘરે જમવા આવશો?' તો કેજરીવાલે આપ્યો દિલ જીતી લે તેવો જવાબ
અવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ કર્યો હતો. જે દરમિયાન રીક્ષા ચાલકોના બાળકોને મફત અને સારૂ શિક્ષણ આપવનો કેજરીવાલે વાયદો કર્યો હતો. સોશિયલ મીડિયા અને રીક્ષાની સવારી સાથે કેજરીવાલે મોકો આપવા પ્રચાર કરવાનું આહ્વાન કર્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાની વોટબેંક મજબૂત કરવા રાજ્યમાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં રીક્ષા ડ્રાઈવર, ટ્રેડર્સ, વકીલો સાથે સંવાદ કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે ઓટો ડ્રાઈવર્સ, ટ્રેડર્સ અને વકીલો સાથે બેઠક યોજી હતી. અવિંદ કેજરીવાલે રીક્ષા ડ્રાઈવરો સાથે સંવાદ કર્યો હતો. જે દરમિયાન રીક્ષા ચાલકોના બાળકોને મફત અને સારૂ શિક્ષણ આપવનો કેજરીવાલે વાયદો કર્યો હતો. સોશિયલ મીડિયા અને રીક્ષાની સવારી સાથે કેજરીવાલે મોકો આપવા પ્રચાર કરવાનું આહ્વાન કર્યું હતું. જોકે, કેજરીવાલે રીક્ષા પર આમ આદમી પાર્ટીના પોસ્ટરો પણ લગાડ્યા છે.
જુઓ વીડિયો:-
સંવાદ દરમિયાન એક રીક્ષા ડ્રાઈવરે અરવિંદ કેજરીવાલને કહ્યું- પંજાબમાં ઓટો રીક્ષા ડ્રાઈવરના ઘરે જમવા ગયા હતા. 'હું પણ એક ગુજરાતી છું મારા ઘરે જમવા આવશો સર...' જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું- હા ચોક્કસ આવીશું. પંજાબમાં ઓટો ડ્રાઈવરના ઘરે ગયા હતા. પંજાબના ઓટો ડ્રાઈવર પ્રેમ કરે છે. ગુજરાતના ઓટો ડ્રાઈવર પણ પ્રેમ કરે છે. આજે સાંજે આવીએ. મને મારી હોટલ પર લેવા આવશો. મારી સાથે ગોપાલભાઈ અને ઇસુદાન પણ આવે તમારા ઘરે જમવા માટે.
જોકે, સંવાદ દરમિયાન અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રીક્ષા ડ્રાઈવરોએ પોતાની સમસ્યા જણાવતા કહ્યું હતું કે, રાત્રે લોકો રીક્ષામાં બેસતા નથી. અમને ગેસના ભાવ પોસાતા નથી. પોલીસના હપ્તાથી પરેશાન છીએ. બાળકોને ભણાવવા કે ઘર ચલાવવું એ ખબર પડતી નથી. ઘરનું ભાડુ કેમ ભરવું એ પણ સમસ્યા છે. બધી કમાણી સીએનજીમાં જતી રહે છે. ઈ મેમો સૌથી મોટી સમસ્યા છે. 188 ની કલમનું નિવારણ લાવવામાં આવે.
આ પણ વાંચો:- સત્તાની શતરંજ: ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? ભાજપ, કોગ્રેસ અને આપના CM ના ચહેરા
રીક્ષા ડ્રાઈવરોની સમસ્યા સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ ખુબ તાકાતવર પાર્ટી છે. આખા દેશને ડરાવી રાખ્યો છે. સોશિયલ મીડિયા થકી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું. દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતના રીક્ષા ચાલકોનો પ્રેમ મળી રહ્યો છે. 27 વર્ષના શાસનમાં ભાજપના કોઈ મુખ્યમંત્રીએ રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો છે? કોઈ સન્માન આપ્યું છે? કોઈવાર સાથે જમ્યા છે? અમારો તમારી સાથે સંબંધ છે.
અરવિંદ કેજરીવાલે સંવાદ દરમિયાન વધુમાં જણાવ્યું કે, લોકડાઉનમાં દિલ્હીના તમામ રીક્ષા ચાલકોના એકાઉન્ટમાં બેવાર 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. દિલ્હીમાં 1.50 લાખ રીક્ષા ચાલકો છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો તમારા બાળકોને ડોક્ટર, એન્જિનિયર બનાવીશું. તમારા બાળકોને સારૂ અને મફત શિક્ષણ આપીશું. સોશિયલ મીડિયા અને રીક્ષાની સવારી સાથે કેજરીવાલે મોકો આપવા પ્રચાર કરવાનું આહ્વાન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે