રેશમા પટેલનું ભાજપમાંથી રાજીનામું, હાર્દિક પટેલને સમર્થન આપવાની કરી વાત
રેશમા પટેલે આજે પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું કે મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું.
Trending Photos
રાજકોટ: પાટીદાર અનામત અંદોલન છોડ્યા બાદ રાજકારણમાં આવવા માટે ભાજપમાં જોડાયેલ રેશમાં પટેલ હવે ભાજપ સાથ છોડી દીધો છે. રેશમા પટેલે આજે પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું કે મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. ત્યારે રેશમા પટેલ જણાવ્યુ હતું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંઠણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ.
રેશમા પટેલે પત્રકારો સમક્ષ ભાજપનો ખેસ ઉતારી જણાવ્યું કે, મેં ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે અને હું ભાજપમાંથી સત્તાવરા રાજીનામું આપી રહી છું. ઉપલેટાને મેં મારું ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંઠણી લડીશ. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચોને પત્ર લખ્યો છે. મેં સપરંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.
રેશમા પટેલ વુધમાં જણાવ્યું કે, અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું થશે તો હું માણવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ. આ સાથે તેણે લલિત વસોયાને વિનંતી કરી હતી કે જો ભાજપને હરાવવું છે તો એક થઇને લડવું પડશે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ જ કરાવે છે. માટે હું ભાજપનો સાથ છોડી રહી છું.
જો કે, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ રેશમાં પટેલે આજે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે રેશમા પટેલ જણાવ્યુ હતું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંઠણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ. જો કે, રેશમાં પટેલના આ નિવદનથી કહી શકાય કે ભવિષ્યમાં તે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવા અણસાર દેખાઇ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે