સાસુના આડા સંબંધો અંગે પતિને જાણ કરતા પતિએ કહ્યું 30 લાખ બાકી છે તુ લઇ આવ તો નહી કરે

શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પર  30 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડા સંબંધો અંગે પણ આરોપો લગાવ્યા હતા. આ અંગે પોતાના પતિને પણ સમગ્ર બાબતે જાણ હોવાનું કહ્યું હતું.
સાસુના આડા સંબંધો અંગે પતિને જાણ કરતા પતિએ કહ્યું 30 લાખ બાકી છે તુ લઇ આવ તો નહી કરે

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પર  30 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડા સંબંધો અંગે પણ આરોપો લગાવ્યા હતા. આ અંગે પોતાના પતિને પણ સમગ્ર બાબતે જાણ હોવાનું કહ્યું હતું.

પરિણીતાનો આક્ષેપ છે કે, પતિએ કહ્યું કે, તેના ભાઇને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હતી, એટલે માતા તેની સાથે આડા સંબંધો રાખવા પડે તેમ છે. ચાંદખેડા ખાતે એક વર્ષથી પિયરમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીના માતા પિતાએ 50 લાખનો કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લાવવા માટે જણાવ્યું હતું. પુત્રીનું ઘર ન ભાંગે તે માટે તેના પિતાએ એક્ટિવા પણ લઇ આપ્યું હતું.

2018માં એક દિવસ યુવતી તરસ લાગતા તેના રૂમમાંથી બહાર આવી હતી. તેના રૂમની સામે જ સાસુનો બેડરૂમ આવેલો છે. બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. સાસુ એક પુરૂષ સાથે કઢંગી હાલતમાં હતા. સાસુની નજર પુત્રવધુએ ધમકી આપી કે કોઇને કહીશ તો હત્યા કરાવી નાખીશ.

યુવતીએ આ બાબતે તેના પતિને જાણ કરતા પતિએ પણ ઝગડો કર્યો હતો અને યુવતીને ધમકાવી હતી. એટલું જ નહી પતિએ એવું પણ કહ્યું કે, પિતાના પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હોવાથી આ બધુ કરવું ખુબ જ જરૂરી છે. જેથી પરિણીતા પણ ચોંકી ઉઠી હતી. પતિએ કહ્યું કે, તું 30 લાખ રૂપિયા લઇ આવીશ તો આડા સંબંધો નહી રાખે. તેમ કહીને તેના પર પૈસા લાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news