ભારતમાં શરૂ થયું iPhone 12નું Pre Booking, HDFC બેંક આપી રહ્યું છે Cashback
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં આજથી દિગ્ગજ ટેલીકોમ કંપની Appleએ તેમના આઇફોન 12 (iPhone 12)ના બે મોડલનું પ્રી બુકિંગ (Pre-Booking) શરૂ કરવામાં આવી છે. આ પ્રી બુકિંગની સાથે જ એચડીએફસી બેંકના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડથી ફોન ખરીદવા પર વધુમાં વધુ 6 હજાર રૂપિયાનું કેશ બેક પણ આપવામાં આવશે.
હાલમાં જ લોન્ચ થયો હતો iPhone 12
ટેક દિગ્ગજે આ વર્ષ iPhone 12ના ચાર મોડલ લોન્ચ કર્યા હતા. તેમાંથી માત્ર iPhone 12 અને iPhone 12 Pro પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. આઇફોન 12 મિની અને આઇફોન 12 પ્રો મેક્સ 30 ઓક્ટબરથી પ્રી ઓર્ડર માટે ઉલબ્ધ થશે.
મળશે એચડીએફસી બેંકથી કેશ બેક
જો તમારી પાસે એચડીએફસી બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ છે તો પછી વધારે કેશ બેકનો ફાયદો પણ આઇફોનની ખરીદી પર મેળવી શકો છો. ગ્રાહક એચડીએફસી ક્રેડિટ કાર્ડ પર 6,000 રૂપિયા કેશબેક અને 6 મહિનાની નો કોસ્ટ ઇએમઆઇનો લાભ ઉઠાવી શકે છે. આ વચ્ચે iPhone 12 Pro ગ્રાહક 5,000 રૂપિયા કેશ બેક અને 6 મહિના માટે નો કોસ્ટ EMIના લાભ ઉઠાવી શકે છે.
ત્યારે ડેબિટ કાર્ડ ધારક ગ્રાહક આઇફોન 12 અને આઇફોન 12 પ્રોની ખરીદી પર 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકે છે. આ ઓફર 26 ડિસેમ્બર 2020 સુધી માન્ય છે. HDFC બેંકના કોર્ડ પર ઈએમઆઇ લેનદેન પર 199+ જીએસટીની સુવિધા ચાર્જ કરશે.
ભારતમાં આ હશે તમામ મોડલ્સની કિંમત
જો કે, તમે પણ આઇફોન 12ની ખરીદી કરવાનું વિચારી રહ્યાં છો તો તેની કિંમત પણ જાણી લો. આઇફોન 12ની શરૂઆતની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થઇને 1,59,900 રૂપિયા સુધી છે.
iPhone 12 મિની 64GB - 69,900 રૂપિયા
iPhone 12 મિની 128GB - 74,900 રૂપિયા
iPhone 12 મિની 256GB - 84,900 રૂપિયા
iPhone 12 64GB - 79,900 રૂપિયા
iPhone 12 128GB - 84,900 રૂપિયા
iPhone 12 256GB - 94,900 રૂપિયા
iPhone 12 Pro 128GB - 1,19,900 રૂપિયા
iPhone 12 Pro 256GB - 1,29,900 રૂપિયા
iPhone 12 Pro 512GB - 1,49,900 રૂપિયા
iPhone 12 Pro MAX 128GB - 1,29,900 રૂપિયા
iPhone 12 Pro MAX 256GB - 1,39,900 રૂપિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે