ગુજરાતમાં હવે ઘરે બેઠા મળી જશે રેમડેસિવિર ઇન્જેક્શન, કોઇ પણ ટેસ્ટ પોઝિટિવ હશે ચાલશે
Trending Photos
અમદાવાદ : હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતી અત્યંત ગંભીર છે તેવામાં સૌથી વધારે માંગ હોય તો તે છે રેમેડિસિવિર ઇન્જેક્શનની. જો કે તેમ છતા ગંભીર દર્દીઓમાટે જરૂરી તેવા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે તંગી થઇ છે અને કાળા બજારી પણ સામે આવી રહ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર અનુસાર HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેટ હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. તમામ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો, ડેડેકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો અને કોવિડ કેર સેન્ટર્સને ડોર સ્ટે પર પર મળશે. 15 એપ્રીલ સુધીમાં કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં જરૂરિયા અનુસારનાં 36થી વધારે રેમડેસિવિર ઇન્જેક્શન પુરા પાડવામાં આવ્યા છે. જો કે હવે સરકાર જે પ્રકારે ઇન્જેક્શનની માંગવ ધી રહી છે તે પ્રકારે અલગ અલગ સુધારા કરતું જઇ રહ્યું છે.
સરકાર દ્વારા લેવાયેલા નવા નિર્ણયો અનુસાર અમદાવાદ નર્સિંગ હોમ એસોસિએશન સાથે જોડાયેલા કોઇ પણ નર્સિંગ હોમને તેના ડોર સ્ટેપ પર જ ઇન્જેક્શન પુરૂ પાડવામાં આવશે. આ ઇન્જેક્શન માટે તેમણે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત નહી આપવો પડે રેપિડ ટેસ્ટ હશે તો પણ ઇન્જેક્શન પુરૂ પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે