જન્મ દિવસે જ મળ્યો પુન:જન્મ: સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે કરી ભવ્ય ઉજવણી, તસ્વીરો કરશે ભાવુક
પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને વળી જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું !! સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું. ‘મારા ૪૬માં જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું.’ આ શબ્દો છે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા તરૂલતાબેન ભીલના.
Trending Photos
અમદાવાદ : પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને વળી જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું !! સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું. ‘મારા ૪૬માં જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું.’ આ શબ્દો છે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા તરૂલતાબેન ભીલના.
તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ૪૬ વર્ષની જિંદગીમાં પ્રથમ વખત આજે જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી જે તેઓના સમગ્ર જીવનકાળનો યાદગાર પ્રસંગ બની જવા પામ્યો છે.
કોવિડ-૧૯ સિવિલના તરૂલતાબેનને તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગંભીર લક્ષણો જણાઇ આવતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેફસામાં સોજાનું પ્રમાણ એટલે કે આઇ.એલ.૬ નુ પ્રમાણ એકાએક વધી જતા તેમને ટોસિલીઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે આપ્યા બાદ તરૂલતાબેનની સ્વાસ્થયની સ્થિતિ સામાન્ય બની હતી. છેલ્લા ૭-૮ દિવસ કોઇપણ લક્ષણો ન જણાતા તેમને રજા આપવામાં આવી છે. જો કે જ્યારે તેમને ડિસ્ચાર્જ કરવાનાં હતા તે જ દિવસે તેમનો જન્મ દિવસ હોવાની માહિતી તેમના રેકોર્ડ પરથી મળતા ડોક્ટર્સે તરૂણા બેન સાથે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે