રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન, 200 ટાંકા, કુદરતી હાજતે પણ નથી જઇ શકતી
બળાત્કારના ગુનાઓમાં કોર્ટ હવે ઝડપી ચુકાદાઓ આપી રહી છે, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરી રહી છે. જન્મટીપ અને ફાંસીની સજા ગણતરીના દિવસોમાં ચુકાદા આવી રહ્યા છે. પીડિતાને ઝડપી ન્યાય મળી રહ્યો છે. જો કે પીડિતાની દ્રષ્ટિએ તેમાં પણ માસુમ બાળકીઓના કેસમાં જીવનભર ક્યારે પણ ન ભુલાય તેવી અસહ્ય વેદનાઓમાંથી તેમને પસાર થવું પડે છે. 3 વર્ષ અગાઉ ડિંડોલીમાં આવે જ એક બનાવ બન્યો હતો. જેમાં સાડાચાર વર્ષની બાળકી પર હેવાને આચરેલા દુષ્કર્મ બાદ બાળકીનું જીવન વેરવિખેર બન્યું હતું.
Trending Photos
સુરત : બળાત્કારના ગુનાઓમાં કોર્ટ હવે ઝડપી ચુકાદાઓ આપી રહી છે, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરી રહી છે. જન્મટીપ અને ફાંસીની સજા ગણતરીના દિવસોમાં ચુકાદા આવી રહ્યા છે. પીડિતાને ઝડપી ન્યાય મળી રહ્યો છે. જો કે પીડિતાની દ્રષ્ટિએ તેમાં પણ માસુમ બાળકીઓના કેસમાં જીવનભર ક્યારે પણ ન ભુલાય તેવી અસહ્ય વેદનાઓમાંથી તેમને પસાર થવું પડે છે. 3 વર્ષ અગાઉ ડિંડોલીમાં આવે જ એક બનાવ બન્યો હતો. જેમાં સાડાચાર વર્ષની બાળકી પર હેવાને આચરેલા દુષ્કર્મ બાદ બાળકીનું જીવન વેરવિખેર બન્યું હતું.
આ દર્દનાક ઘટના બાદ તેના શરીર પર 8 ઓપરેશન થઇ ચુક્યાં છે. 200થી વધારે ટાંકા લેવામાં આવ્યા છે. 7 દિવસ બાદ 9મું પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન થવા જઇ રહ્યું છે. જો કે આ નાનકડો જીવ હજી પણ કણસી રહ્યો છે. માતા-પિતા 24 કલાક બાળકીની સેવા કરે છે. તેમ છતા પણ પોતાની બાળકીને આવી રીતે કણસતી જોઇને તેમનો જીવ કપાઇ જાય છે. કેટલીક વખત તો તેવો પણ વિચાર આવી જાય છે કે, આના કરતા તો ભગવાને આ નાનકડા જીવને મોત આપી દીધું હોત તો વધારે સારૂ થાત.
3 વર્ષની બાળકી સુઇ પણ શકતી નહોતી. તેને ટાંકાના કારણે ચામડી એટલી ખેંચાઇ ગઇ હતી કે સુવામાં તેને તકલીફ પડી હતી. ત્યાર બાદ તેને ટાયર પર બેસાડીને સ્પેશિયલ થેરાપી આપવામાં આવી. અમેરિકાનાં ડોક્ટરો પાસેથી અભિપ્રાયો લઇને ઓપરેશન કરવામાં આવ્યા. જો કે હજી પણ બાળકી માતા બની શકે કે કેમ તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. આરોપી રોશન ભુમિહારને તો કોર્ટે આજીવન જેલની સજા ફટકારી પરંતુ બાળકીનું સંપુર્ણ જીવન બરબાદ થઇ ચુક્યું છે. બાળકીના બંન્ને ઇન્ટરનલ પાર્ટ એક થઇ ચુક્યાં છે. 200 ટાંકા લેવાયા છે. 3 વર્ષ સુધી તો તે કુદરતી હાજતે પણ જઇ શકી નહોતી. આરોપીએ બાળકીના હોઠ પણ કરડી ખાધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે