માર મારનાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા પાલ આંબલીયાએ પોલીસમાં કરી અરજી

પાલ આંબલીયા સાથે અરજી કરવા સમયે ચોટીલાના ધારાસભ્ય ઋત્વીજ મકવાઆ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હાજર રહ્યા હતા. 

 માર મારનાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા પાલ આંબલીયાએ પોલીસમાં કરી અરજી

રક્ષિત પંડ્યા/રાજકોટઃ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાની 20 મેએ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને પોલીસ કસ્ટડીમાં માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને આજે પાલ આંબલીયાએ પદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે અરજી કરી છે. તેમણે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હિતેશ ગઢવી અને એસીપી જયદીપસિંહ સરવૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની રજૂઆત કરી છે. જો કે પદ્યુમન પોલીસ આ મુદ્દે ગુનો દાખલ કરશે કે નહીં તે તો આવનારો સમય જણાવશે. 

પાલ આંબલીયા સાથે અરજી કરવા સમયે ચોટીલાના ધારાસભ્ય ઋત્વીજ મકવાઆ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હાજર રહ્યા હતા. પાલ આંબલીયાએ અરજીમાં કહ્યુ કે, મારી ધરપકડ કરીને મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ગેરકાયદેસર અટકાયત કરીને મને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. તો મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવીહતી. તેમણે પોતાની અરજીમાં જણાવ્યુ કે, પોલીસ અધિકારી જયદીપસિંહ સરવૈયા, પીઆઈ હિતેશ ગઢવી અને કોન્સ્ટેબલે ખોટી રીતે અટકાયત કરી મને મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી માગ પાલ આંબલીયાએ કરી હતી. 

ફરજ સાથે ધર્મનું પાલન, 67 વર્ષીય શબ્બીરમિયા  BRTS બસ સ્ટોપ પર અદા કરે છે નમાઝ

શું છે ઘટના
ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળવાના આરોપ સાથે ખેડૂત નેતા પાલ આંબલીયા 20 મેએ ખેડૂતો અને કાર્યકરોની સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યારબાદ વિરોધ કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વિરોધ કરનાર બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 21મી મેએ પાલ આંબલીયાને જામીન માટે મામલતદાર સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમણે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news