સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ બન્યા માથાનો દુખાવો, 1 વર્ષમાં ઢગલાબંધ વિવાદ અને 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો

Saurastra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદોનો વંટોળ, સિન્ડીકેટ સભ્યો માટે ઇન્ચાર્જ કુલપતિ માથાનો દુ:ખાવો... કૌંભાડોની હારમાળા છતાં ઉચ્ચ શિક્ષણ વિભાગનાં આંખ આડા કાન !! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીનું સરવૈયું

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ બન્યા માથાનો દુખાવો, 1 વર્ષમાં ઢગલાબંધ વિવાદ અને 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા દોઢ વર્ષથી વિવાદનાં વંટોળમાં આવી છે. એક બાદ એક કૌભાંડોને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખરડાઇ રહી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ગીરીશ ભીમાણીની નિમણુંક કર્યા બાદ 7 જેટલા સિન્ડીકેટ સભ્યોએ પોતાનાં પદ ગુમાવ્યા છે. જેને કારણે સિન્ડીકેટ સભ્યો માટે ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગીરીશ ભીમાણી માથાનો દુ:ખાવો બન્યા છે. કૌંભાડોની હારમાળા છતાંઉચ્ચ શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.

એક સમયે 'એ' ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું ઘર બની છે. વિવાદોને કારણે વિદ્યાર્થી લક્ષી કાર્યો થવા જોઇએ તે થતા નથી. નેક કમિટીએ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 'એ' ગ્રેડને લાયક ન હોવાનો ધગધખતો રીપોર્ટ આપ્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 'એ' ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કુલપતિ ડો. નિતીન પેથાણીની ટર્મ પૂર્ણ થતા ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રોફેસર ગીરીશ ભીમાણીની નિમણુંક કરી. ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગીરીશ ભીમાણીએ પદ સંભાળતાની સાથે જ સેનેટની ચુંટણી ન યોજીને વિવાદ સર્જ્યો હતો. સેનેટની ચુંટણી ન યોજાતા ભાજપનાં 5 સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લ, ડો. મેહુલ રૂપાણી, ડો. ભરત રામાનુજ, ડો. ભાવીન કોઠારી, પ્રવિણસિંહ ચૌહાણ જ્યારે કોંગ્રેસમાંથી ડો. રદેવસિંહ જાડેજાએ પોતાનું પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે સિન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્યને ખોટી અરજીને આધારે પદ પરથી દુર કરવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું નિવેદન આપવાનાં બહાનાં હેઠળ સિન્ડીકેટ પદ છીનવી લેવામાં આવ્યું હતું. ચુંટણી ન યોજાતા હાલની સ્થિતીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 47 સેનેટ સભ્યની બેઠક ખાલી, 9 સિન્ડીકેટ સભ્યની જગ્યા ખાલી છે.

કૌંભાડોની હારમાળા
- નેક કમિટીમાં આવેલી મહિલા અધિકારી સાથે અણછાજતું વર્તન, દારૂની પાર્ટી ભારે ચર્ચાનો વિષય.
- વોટ્સએપ ભલામણકાંડ
- માટી કૌંભાડની ઢીલી તપાસ
- સેનેટની ચુંટણી ન યોજવી, હાઇકોર્ટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફટકાર.
- 6 સિન્ડીકેટ સભ્યોએ પદ ગુમાવ્યા, 1 સિન્ડીકેટ સભ્યનું પદ છીનવી લેવાયું.
- સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય મહેશ ચૌહાણની કોલેજનો વિવાદીત લેટરકાંડ
- ઇન્ટરનેશનલ હોકી ગ્રાઉન્ડમાં નેશનલ ગેઇમ્સ વખતે જ ગ્રાસ તોડવાની ઘટના
- બી.કોમ અને બી.બી.એનાં પેપર લીક કાંડમાં પોલીસ ફરીયાદ નહિં, તપાસનાં નામે નાટક.
- ઘારીની આર્ટ એન્ડ કોમર્સ કોલેજને બાબરા ટ્રાન્સફર કરી વર્ણીરાજ કોલેજ નામકરણ કરી કૌંભાડ છાવર્યું.
- પર્ફોર્મિંગ આર્ટ્સ અને તબલા બોર્ડનાં અધરધેન ડીન ડો. કલાધર આર્યને અરજી આધારે સિન્ડીકેટ પદે થી દુર કરવાનો વિવાદ
- સિન્ડીકેટ સભ્ય અને કણસાગરા કોલેજનાં આચાર્ય ડો. રાજેશ કાલરીયાની શૌક્ષણીક માન્યતા સામે વિવાદ

કૌંભાડો સામે આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કમિટી બનાવીને તપાસનું નાટક શરૂ કરે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ ભીમાણી ઉલ્ટા ચશ્મા પહેરાવી દે છે અને કૌંભાડો સામે તટસ્થ તપાસ થતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગીરીશ ભીમાણી સામે શિક્ષણ વિભાગ કોઇ પગલા ન લેતા હવે તો કરાર આધારીત કર્મચારીઓ મેદાને આવ્યા છે. ભીમાણીનાં પરાક્રમનો ભાંડો ફોડવા તેના જ કર્મચારીઓ નનામો પત્ર લખી મિડીયા જગતને કૌંભાડો આપી રહ્યા છે. જેની અંદર ભીમાણીની ચારિત્ર હિન કક્ષાની વાતો, પર્સનલ ચેમ્બરમાં ચેમ્બર, જામનગર અને અમરેલી જીલ્લાની કોલેજોનાં કૌંભાડો છાવરવા અને કોલેજ સંચાલકો પાસે રૂપીયાની માંગણી કરવી જેવા આરોપો લગાવ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કૌંભાડોને લઇને ઉચ્ચ શિક્ષણ વિભાગ તપાસ કરાવે તો અનેક ભાંડાઓ ફુટી શકે છે.

વિવાદો 
1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે નેક કમિટી તપાસ માટે આવી હતી ત્યારે સયાજી હોટલમાં ઉતારો આપ્યો હતો. આસિ.રજીસ્ટ્રાર જી. કે. જોષી દારૂનાં નશામાં ધુત થઇને હોટલમાં બબાલ કરી હતી. જેને કારણે નેક કમિટીમાં આવેલા બે મહિલા અધિકારીઓએ રૂમ બદલવો પડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 

2. વોટ્સએપ ભલામણ કાંડ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર અધ્યાપકોની ભરતી વખતે કુલપતિ ડો. નિતીન પેથાણી કાયદેસર ભરતી કરવા માંગતા હતા. પરંતુ ઉપકુલપતિ વિજય દેસાણી, મેહુલ રૂપાણી, નેહલ શુક્લએ પોતાના માનીતા લોકોની ભરતી કરવા માટે દબાણ કર્યું હતું. જેમાં પ્રો. ગીરીશ ભીમાણીની સલાહ થી વોટ્સએપ ગ્રૃપ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં કોના કેટલા પ્રોફેસરોની ભરતી કરવી તેનાં સ્ક્રિન શોટ મિડીયા સમક્ષ આવ્યા હતા અને આખું વોટ્સએપ કાંડ સામે આવ્યું હતું.

3. ડો. ગીરીશ ભીમાણી કાર્યકારી કુલપતિ બન્યા બાદ સરકારમાં સારા સંપર્કો હોવાથી દરેક કોલેજમાં કોર્ષ મંજૂર કરવા માટે 2-2 લાખ લેવામાં આવતા હોવાની ખુબ જ ચર્ચા છે. જેમાં આંકડા શાસ્ત્ર ભવનનાં આટકોટીયા નામનાં કર્મચારી વહિવટદાર હોવાનું ખુલ્યું છે. 

4. ડો. ગીરીશ ભીમાણી આંકડા શાસ્ત્ર ભવનનાં હેડ છે. આંકડા શાસ્ત્ર ભવનમાં અને કુલપતિનાં બંગલામાં દારૂની પાર્ટીઓ થતી હોવાનું ખુબ જ ચર્ચા ચાલી રહી છે. અગાઉ આંકડા શાસ્ત્ર ભવનમાં ગાદલા અને ગોદડા પાથરેલા જોવા મળ્યા હતા અને વિવાદ સામે આવ્યો હતો. 

5. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પેપર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો અને રીસીવિંગ સેન્ટરો કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભિમાણીનાં જ છે.
6. અમરેલીનાં ગજેરા શંકુલમાં ડો. ગીરીશ ભિમાણીનો રીસીવીંગ સેન્ટરમાં ભાગ છે.
7. પરીક્ષાઓનાં પેપર મોકલવા ટેક્સીનો કોન્ટ્રાક્ટમાં ડો. ગીરીશ ભીમાણીનાં લાગતા વળગતાને કોન્ટ્રાક્ટ આપેલા છે.
8. અમરેલીની ગજેરા શંકુલની 'શિતલ' કેન્ટીનને જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી કેન્ટીનનો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. માત્ર 10 હજાર ભાડામાં કેન્ટીન આપવામાં આવી છે. જેને લઇને આર.ટી.આઇ પણ થઇ છે અને કેન્ટીન વિવાદમાં પણ આવી છે. 
9. ધારીની આર્ટ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી વખતે 2006માં એલ.આઇ.સી કરવા ડો. ગીરીશ ભિમાણી અને પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ ગયા હતા. આજ સુધી આ કોલેજ બોગસ ટ્રસ્ટીઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાનો ઝી 24 કલાકે પર્દાફાસ કર્યો હતો. જેમાં માત્ર તપાસ કમિટીનું નાટક જ થયું. શિક્ષણ વિભાગ તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી શક્યતા. 
10. તાજેતરમાં જ આસિ. પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. ડો. ગીરીશ ભીમાણી સામે સરકાર નિયુક્ત 3 અને પ્રિન્સિપાલ બેઠકનાં 1 સિન્ડિકેટ સભ્યો સામે પડ્યા છે. કારણ કે, ડો. ગીરીશ ભીમાણીએ આસિ. પ્રોફેસરોની ભરતી સ્ક્રુટીની કમિટીનાં દ્વારા થવી જોઇએ. જેને બદલે ડો. ગીરીશ ભીમાણીએ સિન્ડિકેટ સભ્યોએ પસંદ કર્યા છે તેવું મિનીટ્સ માં લખી સરકારમાં મોકલી છે. 
11. સરકારે 1 મહિના પહેલા ત્રણ મહિનાની સિન્ડિકેટ બેઠકની, એકેડેમિક કાઉન્સિલની અને બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ કમિટીની મિનીટ્સ મંગાવી હતી, જેમાં સિન્ડીકેટ બેઠકની ખોટી મિનીટ્સ મોકલી સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news