સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગજબનું કૌભાંડ, જે એન્જિનિયર બિલ મૂકશે તે જ પાસ પણ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાંધકામ વિભાગમાં જુનિયર ઈજનેરની સમિતિના નિષ્ણાત તરીકે નિમણૂક કરતા આ અંગે ડીન ડૉ. નિદ્દત્ત બારોટે કુલપતિને ફરિયાદ કરી આ નિમણૂંક રદ કરી કોઈ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા માગણી કરી છે. 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગજબનું કૌભાંડ, જે એન્જિનિયર બિલ મૂકશે તે જ પાસ પણ કરશે

ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાંધકામ વિભાગમાં જુનિયર ઈજનેરની સમિતિના નિષ્ણાત તરીકે નિમણૂક કરતા આ અંગે ડીન ડૉ. નિદ્દત્ત બારોટે કુલપતિને ફરિયાદ કરી આ નિમણૂંક રદ કરી કોઈ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા માગણી કરી છે. 

કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વર્ષ 2021- 24 ની બાંધકામ સમિતિમાં બાંધકામના નિષ્ણાત તરીકે આશિષ ઉપાધ્યાયની નિયુક્તિ કરી છે. બાંધકામ ક્ષેત્રનો પ્રમાણમાં સારો અનુભવ હોય, જેમની દેખરેખ હેઠળ કેટલાક પ્રોજેક્ટ પૂરા થયા હોય, યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વિશિષ્ટ પ્રદાન કરી શકે તેમ હોય તેવી વ્યક્તિને વિષય નિષ્ણાત તરીકે બાંધકામ જુનિય૨ એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય મેઝરમેન્ટ બુકની ચકાસણી કરશે અને થયેલ બાંધકામનું બિલ મંજૂર કરવા નોંધ કરશે. ડેપ્યુટી એન્જિનિયર તરીકે આ જ આશિષ ઉપાધ્યાય પોતે મૂકેલી નોંધને મંજૂર કરશે અને બાંધકામ સમિતિની નીતિ વિષયક બાબતો નક્કી કરતી સમિતિમાં સભ્ય તરીકે ઉપસ્થિત રહી પોતે મૂકેલી નોંધ અને પોતે મંજૂર કરેલી નોંધ બાંધકામ સમિતિમાં સભ્ય તરીકે મંજૂર કરાવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા માટેનો આદેશ પણ પોતે જ કરશે. આવો હાસ્યાસ્પદ નિર્ણય કરી શકાય નહિ. જો આશિષ ઉપાધ્યાય વિષય નિષ્ણાત તરીકે ચાલુ રહે તો તેમની પાસેથી ડેપ્યુટી અને જુનિયર એન્જિનિયરની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

ત્યારે સમગ્ર મામલે ઉપ કુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું કે, આશિષ ઉપાધ્યાયની નિમણુંક ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગમાં આ બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો છે. આશિષ ઉપાધ્યાય અગાઉ 8 વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા છે અને સેનેટ સભ્યના આક્ષેપો અંગે લિગલ સેલનો અભિપ્રાય લેવામાં આવશે. જોકે હંમેશા વિવાદોના પર્યાય બની રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મુદ્દે કોઈ નિર્ણાયક પગલાં લેશે કે પછી વિવાદો યથાવત રહેશે તે જોવું રહ્યું. 

તો બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ રાજ્ય સરકાર સુધી ગાજયા બાદ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ ખુલાસો આપતા જણાવ્યું કે, આ વિવાદ સર્જાતા કોઈ ઉમેદવારને ભરતીની વિશ્વસનીયતા અંગે શંકા ન થાય તે માટે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે સવાલ એ છે કે જો ભરતી પ્રક્રિયામાં દાળમાં કાળું નથી તો શા માટે સમગ્ર પ્રક્રિયા રદ કરવી પડે એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પારદર્શક વહીવટ અને ગુપ્તતાની વાત કરે છે. બીજી તરફ ઉમેદવારોના નામ વોટ્સએપ ગ્રુપમાં આવે છે તે અતિ ગંભીર બાબત છે. જોકે અંગે ખુલાસો આપતા ઉપકુલતપિએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનાવવા ભવિષ્યમાં સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી થાય તેવો નિર્ણય લેવામાં આવશે. જોકે આ મામલે તપાસ થશે કે કેમ તે અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો ઉપકુલતપિએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news