પાંચ દિવસ બંધ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ વાંચીને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવજો, નહિ તો ધક્કો પડશે

કેવડિયા (Kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાંચ દિવસ બંધ રહેશે. હાલ સ્ટેચ્ચુ ઓફ યુનિટી માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને પગલે પાંચ દિવસ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (tourists) માટે બંધ રહેશે. 28, 29, 30, 31 ઓક્ટોબરે કાર્યક્રમને લઈને કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેશે. પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવાઈ છે. હાલ ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી. 
પાંચ દિવસ બંધ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ વાંચીને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવજો, નહિ તો ધક્કો પડશે

જયેશ દોશી/નર્મદા :કેવડિયા (Kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાંચ દિવસ બંધ રહેશે. હાલ સ્ટેચ્ચુ ઓફ યુનિટી માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને પગલે પાંચ દિવસ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (tourists) માટે બંધ રહેશે. 28, 29, 30, 31 ઓક્ટોબરે કાર્યક્રમને લઈને કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેશે. પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવાઈ છે. હાલ ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી. 

કેવડિયામાં એકતા પરેડ કાર્યક્રમ
જ્યારથી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર પામ્યુ છે, ત્યારથી લઈને દર 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમ કેવડીયા ખાતે યોજાય છે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. 1 લી નવેમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે. તેથી પ્રોટોકોલ મુજબ, પાંચ દિવસ કેવડિયા પ્રવાસીઓ માટે બંધ રહેતુ હોય છે. 

પીએમ મોદી આવવાની શક્યતા
રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) હાજર રહેવાની શક્યતા છે. તેઓ દર વર્ષે આ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યક્રમમાં આવે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news