નેશનલ કમિશન બીલના વિરોઘમાં રાજકોટમાં 1600 ખાનગી તબીબો હડતાલ પર

નેશનલ કમિશન બીલના વિરોધમાં દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 હજાર કરતા વધુ ખાનગી તબીબોએ આજે હડતાળને સમર્થન આપ્યું હતું. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા રાજકોટના 1600 ખાનગી તબીબોએ હડતાલ પાડી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરીના કહેવા મુજબ લોકસભામાં નેશનલ કમિશન બિલ પાસ થશે તો તેની અસર 5 વર્ષ પછી જોવા મળશે. 
 

નેશનલ કમિશન બીલના વિરોઘમાં રાજકોટમાં 1600 ખાનગી તબીબો હડતાલ પર

રક્ષિત પંડ્યા/રાજકોટ: નેશનલ કમિશન બીલના વિરોધમાં દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 હજાર કરતા વધુ ખાનગી તબીબોએ આજે હડતાળને સમર્થન આપ્યું હતું. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા રાજકોટના 1600 ખાનગી તબીબોએ હડતાલ પાડી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરીના કહેવા મુજબ લોકસભામાં નેશનલ કમિશન બિલ પાસ થશે તો તેની અસર 5 વર્ષ પછી જોવા મળશે. 

સસ્તી સેવાના નામે તબીબોનો રાફડો ફાટશે અને ક્વોલિટીની તબીબી સેવા નહીં મળે. સાથે જ મેડીકલના અભ્યાસ પર પણ અસર પહોંચશે. લોકસભામાં નેશનલ કમિશન બિલ પાસ થશે તો તે દિવસને કાળો દિવસ ગણવામાં આવશે. મહત્વનું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો આ દેશ વ્યાપી હડતાલમાં જોડાયા નથી. તો ખાનગી હોસ્પિટલના તબીબોએ પણ ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી.

અલ્પેશ કથીરિયાના રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર, સુરતમાં નહીં મુકી શકે પગ

જામનગરમાં પણ હડતાલને મળ્યું સમર્થન 
જામનગરની એમપીશાહ મેડીકલ કોલેજ ખાતે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરો એકઠા થયા હતા અને રાષ્ટ્રવ્યાપી હડતાળના ભાગરૂપે જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે આઇએમએના તમામ તબીબો દ્વારા સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જામનગરમાં આજે તમામ પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે.

ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જ્યારે જામનગરમા 600 થી પણ વધુ તબીબો આજની આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા છે અને હાલ તબીબો દ્વારા નેશનલ મેડિકલ બિલને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવામાં આવી છે. આજ સવારથી લઈ અને આવતીકાલ સવાર સુધી હડતાળ યથાવત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news