લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામ
Rajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
Trending Photos
Rajkot Leuva Patiar patrikakand : ગુજરાત લોકસભાની 2024 ની ચૂંટણીમાં રાજકોટ બેઠક વિવાદોનું એપી સેન્ટર બની છે. ત્યારે શહેરમાં લેઉવા પટેલની વાયરલ પત્રિકાને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. ત્યારે ગમે ત્યારે શરદ ધાનાણીની ધરપકડ થવાના એંધાણી છે. શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમની કવાયત શરૂ થઈ છે.
જાગો લેઉવા પટેલ જાગોની પત્રિકા વાયરલ થઈ હતી
બે દિવસથી રાજકોટમાં વાયરલ થયેલી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયામાં જાગો લેઉવા પટેલ જાગો શીર્ષક હેઠળની પત્રિકા વાયરલ થઈ હતી. રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. લેઉવા અને કડવા પટેલો વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં લેઉવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરાઈ છે.
કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો
ત્યારે ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસના ઘોડા દોડાવ્યા હતા. જાગો લેઉવા જાગો પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈની ભૂમિકા ખુલતા કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પત્રિકા વહેંચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી આગળ વધારાઈ છે. ત્યારે લેઉવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડ મામલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.
રાજકોટ-લેઉવા પાટીદારની પત્રિકા વાયરલ કરવાનો મામલે ગઈકાલે ભાજપ દ્વારા CCTV ફુટેજ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના વોર્ડ નંબર ૧૧ પ્રમુખ મહેશ પીપળીયાએ CCTV ફુટેજ જાહેર કર્યા હતા. CCTV ફુટેજમાં યુવકો ઘરે ઘરે પત્રિકા વિતરણ કરતા નજરે પડ્યા હતા. વોર્ડ નંબર 11 ના ભાજપ પ્રમુખ મહેશ પીપળીયાએ જણાવ્યું કે, ફરિયાદ કરી તે પહેલા ચાર શખ્સો મવડી વિસ્તારમાં પત્રિકા વિતરણ કરતા પકડાયા હતા. આજીજી કરી એટલે જવા દીધા હતા. પકડાયેલા તમામ શખ્સો કોંગ્રેસના કાર્યકર છે. બીજા દિવસે પણ ફરી પત્રિકા વિતરણ કરતા નછુટકે ફરિયાદ કરવી પડી. કોંગ્રેસ વયમનસ્ય પેદા કરવા માટે લેઉવા પાટીદારના યુવકોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે સામી છાતીએ આવીને લડવું જોઇએ.
સમાજના ભાગલા પાડવાનું કામ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કર્યું
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે. પત્રિકાકાંડ મુદ્દે વર્તમાન સાંસદ મોહન કુંડરિયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ સમાજમાં વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે. મગની બે ફાડની જેમ સમાજ છે. ખોટી રીતે સમાજના ભાગલા પાડવાનું કામ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કર્યું છે. જે પણ હોઈ તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે