રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ દારૂની પાર્ટી! ખાલી બોટલો અને બાઈટિંગના પડીકાં મળ્યાં
વેસ્ટ ઝોન કચેરીમાં ચર્ચા ચાલી રહી હતી કે ગઈકાલે મોડી રાત્રિના અહીં દારૂની મહેફિલ થઈ હશે ખાલી પડેલી દારૂની બોટલ અંગેનો વિડીયો વાયરલ થતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે તપાસના આદેશ આપ્યા હતા.
Trending Photos
રાજકોટ: ગાંધીના ગુજરાતમાં નશાબંધી છે, આમ છતાં અનેક વખત દારૂની હેરાફેરી, નશાની હાલતમાં પકડતા શખ્સોના કેસો સામે આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાંથી ટોયલેટની બહાર ખાલી દારૂની બોટલ તેમજ દારૂ સાથે લેવાતું બાઈટિંગ મળી આવ્યું હતું.
વેસ્ટ ઝોન કચેરીમાં ચર્ચા ચાલી રહી હતી કે ગઈકાલે મોડી રાત્રિના અહીં દારૂની મહેફિલ થઈ હશે ખાલી પડેલી દારૂની બોટલ અંગેનો વિડીયો વાયરલ થતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે તપાસના આદેશ આપ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ શાખાને તપાસ સોંપવામાં આવી છે. વેસ્ટ ઝોન કચેરીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ તેમજ મોડી સાંજ સુધી ત્યાં નોકરીમાં હાજર રહેલા કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે. તેમજ વિજિલન્સ શાખા સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. આ બનાવમાં કોર્પોરેશનના કર્મચારીની સંડોવણી હશે તો તેના ઉપર આકરા પગલાં લેવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
વીડિયો સામે આવ્યો છે તે પછી લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ દારૂની પાર્ટી કોર્પોરેશનના કર્મચારી દ્વારા જ કરવામાં આવી હતી કે શું ઓફિસ છૂટ્યા પછી અહીં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? જેવા સવાલો લોકોને થઈ રહ્યા છે. હવે આ ઘટના સામે આવતા કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવી શકે છે.
બનાવની વિગતો માટે CCTV કેમેરા દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ પાર્ટી માટે આ જગ્યા પસંદ કરવામાં આવી હોઈ શકે છે. જેથી કરીને પાર્ટી કરનારાઓને પોલીસથી બચવામાં મદદ મળી શકે. હવે તપાસ બાદ જ સામે આવશે કે દારૂ પાર્ટીનું આયોજન કરવા પાછળ કોણ છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે