વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ, ફગાવી ક્વોશિંગ પિટિશન

Rajkot News : રાજકોટના કરોડપતિ પરિવારમાં થયો વાસનાનો ખેલ, સાસુ-સસરાએ પુત્ર-પુત્રવધૂની અંગત પળોને વેબસાઈટ લાઈવ કરી હતી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્સેન્ટ ક્વોશીંગ પિટિશન જસ્ટિમ હસમુખ ડી સુથાર દ્વારા આકરા વલણ સાથે ફગાવી દેવાઈ
 

વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ, ફગાવી ક્વોશિંગ પિટિશન

Rajkot Crime News રાજકોટ : રાજકોટની એક ઘટનાએ સૌના કાન સરવા કરી દીધા હતા. પુત્રવધુ અને પુત્રના અંગતપળોના વિડીયો સાસુ-સસરા ઉતારી વેબસાઈટ ઉપર ચડાવતા હતા. પતિ અને સસરા રૂપિયા કમાવવાની લાલચે વેબસાઈટ ઉપર વિડીયો અપલોડ કરતા હતા. પુત્રવધુના સેક્સ વીડિયો વેબસાઈટમાં અપલોડ કરી ક્રીપટો કરન્સી માધ્યમથી રૂપિયા કમાવાતા હતા. ત્યારે આ કેસમાં હવે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે આરોપી પતિ અને સાસુ-સસરાની ક્વોશઇંગ પિટિશન ફગાવી છે. સાથે જ કેટનો ખટલો પણ ઝડપી ચલાવવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો છે. 

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્સેન્ટ ક્વોશીંગ પિટિશન જસ્ટિમ હસમુખ ડી સુથાર દ્વારા આકરા વલણ સાથે ફગાવી દેવાઈ છે. ક્વોશિંગ પિટિશન એટલે પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી ફરિયાદ રદ કરવા માટેની અરજી. આ કેસ સભ્ય સમાજ અને સંસ્કૃતિને વિપરિત અસર કરતો હોવાથી અને સામાજિક-આર્થિક ગુનો હોવાથી જસ્ટિસ હસમુખ ડી.સુતારે તેને રદ કરવાનો ઈન્કાર કર્યો છે. 

હાઈકોર્ટે આ કેસમાં આકરું વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે નોંધ્યું કે, આરોપીઓના ગુનાહિત કૃત્યને પીડિતાના જીવનના મૂળ, સ્વતંત્રતા અને ગરિમાને હચમચાવી નાંખે છે. હાઈકોર્ટે કહ્યું કે, પુત્રવધુના અંતરંગ દ્રષ્યો વાયરલ કરનારા સાસુ-સસરા, પતિ સામે કેસ ચલાવો. 

હાઈકોર્ટે કહ્યું કે, આરોપી પતિ અને સસરાએ માત્ર પોતાના અંગતસ્વાર્થ અને લાભ માટે પૈસા કમાવવાના હેતુથી પીડિતાનું શોષણ કરીને નગ્ન ફોટા અને પોર્ન વીડિયો બનાવ્યા હતા. આરોપીઓની ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનું હનન થયું છે. આરોપીઓને આ વાત ખબર હતી. છતા તેમણે આવું કૃત્ય કર્યું. આરોપીઓનું આ કૃત્ય સ્ત્રના સન્માનને આઘાત પહોંચાડે છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં સ્ત્રીનો આદર સન્માન હોય છે. સ્ત્રની ગરિમાને હનન કરતું કોઈપણ કૃત્ય એ માત્ર ગંભીર જ નથી, પરંતું નૈતિક રીતે ખોટું પણ છે. આજના સમયમાં મહિલાની સુરક્ષા અને સલામતીના પ્રશ્નો અને મહિલાઓ વિરુદ્ધના સેક્સ્યુઅલ ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. ભારત સરકારે મજબૂત કાયદા બનાવ્યા છે. આ કાયદાઓની અસરકારક અમલવારી થાય તે ખૂબ જરૂરી છે. પ્રસ્તુક કેસમાં આરોપી પતિ, સસરા અને સાસુએ તેમની પત્ની અને પુત્રવધૂ સાથે ગંદુ વર્તન કર્યું છે. આરોપીઓની વિરુદ્ધનો ગુનો સમાજ અને સંસ્કૃતિને વિપરીત અસર કરનારો સામાજિક આર્થિક ગુનો છે. સભ્ય સમાજમાં ગૃહલક્ષ્મી તરીકે સન્માનિત થતી પુત્રવધુનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી અદા કરવામાં આરોપી પતિ, સાસુ અને સસરાના નિષ્ફળ રહ્યાં છે. 

સંબંધોને શર્મશાર કરતો કિસ્સો
રાજકોટનો આ કિસ્સો સંબંધોને શર્મસાર કરતો કિસ્સો છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ તેમજ સસરા વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે આઇપીસી 356 ડી, આઈટીએક્ટ, 114 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. આરોપીઓ શહેરની જૂની તેમજ નામાંકિત હોટલ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું. તો સાથે જ ખૂબ જ કરોડપતિ પરિવારના હતા. પોલીસ દ્વારા પતિ સાસુ અને સસરા સહિત ત્રણેય ધરપકડ કરવામાં આવી હતી.  

સુખી સંપન્ન તેમજ ઉચ્ચ કોટી પરિવારનું હલકી કક્ષાનું કૃત્ય..
આજકાલના યુગમાં લોકો પૈસા કમાવવા માટે ગમે તે હદ વટાવી દે છે પરંતુ રાજકોટમાં સંબંધોની તમામ હદ વટાવનાર પરિવાર કે જે પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ સુખી સંપન્ન છે અને તે કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ ધરાવે છે પરંતુ આ પરિવાર કે જે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહે છે અને ઉચ્ચ કોટીના છે. ત્યારે તેમણે પૈસા કમાવા માટે પોતાની પુત્રવધુના અંગત પળોના વીડિયો કે જે સૌપ્રથમ મોબાઇલમાં ઉતારવામાં આવતા હતા. ત્યારબાદ પુત્રવધુએ આ બાબતનો પ્રતિકાર કરતા તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ સ્ટાઇલમાં કઈ રીતે પોતાના પતિ સાથે અંગત પળો માણવા તે માટે સસરા દ્વારા દબાણ કરવામાં આવતું હતું અને તે તમામ વીડિયો સેક્સ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતા હતા ઉપરાંત અંદાજે 10 વખત અંગત પળોનું લાઈવ પણ કરવામાં આવ્યું હતું જે બદલ બીટકોઈન મારફતે સારા એવા રૂપિયા પણ મળતા હતા.

સસરા લાઈવ સેકસ માટે દબાણ કરતા હતા
આરોપી પતિ,સસરા અને સાસુ https://www.chaturbateapp.com નામની વેબસાઈટ પર ભોગ બનનારને લાઈવ સેક્સ કરવા માટે મજબૂરન રીતે ફરજ પાડવામાં આવતી હતી. ઉપરાંત એપ્લિકેશન પર પોતાનું આઈડી બનાવી લાઈવ સેક્સ બતાવવા બદલ વ્યૂઅર તરફથી ટોકન મળતા હોઈ છે. વ્યૂઅર જ્યારે કોઈ પણ વિડિયો જોતા હોય ત્યારે તેમને સેન્ડ ટીપ કરી ઓપ્શન આપવામાં આવતું હોય છે. ટીપ સેન્ડ કરવા માટે વેબસાઈટમાં એકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. જે ટોકન સેન્ડ કરવામાં આવતા હોય છે. તે જે તે વ્યક્તિને ક્રિપ્ટો કરન્સીમાં બતાવતા હોય છે. ત્યારબાદ જે તે વ્યક્તિ તે ક્રીપ્ટો કરન્સીને પોતાના દેશની કરન્સીમાં કન્વર્ટ કરાવી લેતા હોય છે.

રાજકોટમાં ભદ્ર સમાજને લાંછન લગાવતો જે કિસ્સો બન્યો છે તેનાથી રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકો હચમચી ઉઠ્યા હતા. જે સસરાને પિતા ગણવામાં આવતા હોય છે તે જ પિતાએ પુત્રવધુને બળજબરીથી અંગત પળોના વિડીયો માટે દબાણ કર્યું હતું. તેમજ સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનાક્રમમાં પતિએ પણ સાથ આપ્યો જેથી ના છૂટકે ૨૧ વર્ષીય પુત્રવધુ કે જેણે સેક્સ વેબસાઇટ પર પોતાનું શરીર મુકવા મજબૂર થવું પડ્યું હતું અને સૌથી મહત્વની વાત એ છે કે આ પરિવારે પૈસા કમાવવાના આશ્રય થી નહીં પરંતુ મોજ મજા માટે આ કૃત્ય આચરતા હતા કેમકે આ પરિવાર પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ સુખી સંપન્ન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news