મહાભ્રષ્ટાચારી સાગઠિયાના કાળા ધનનો ACBએ કર્યો પર્દાફાશ, 3 સ્થળે પાડેલા દરોડામાં શું મળ્યું?

રાજકોટ મનપાના ભ્રષ્ટ TPO સાગઠિયાના કાળા ધનનો ACBએ પર્દાફાશ કર્યો છે. મહા ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં 410% વધારે અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ACBએ હજુ તો 3 સ્થળે જ દરોડા પાડીને સાગઠિયાની બેનંબરની સંપત્તિ પકડી પાડી છે. આવી કેટલી કાળી કમાણી તેણે સંતાડી રાખી છે તેનો હિસાબ બાકી છે. 

મહાભ્રષ્ટાચારી સાગઠિયાના કાળા ધનનો ACBએ કર્યો પર્દાફાશ, 3 સ્થળે પાડેલા દરોડામાં શું મળ્યું?

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાના મહાભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. ZEE 24 કલાક પર જુઓ મહાભ્રષ્ટાચારી અધિકારીની કાળી કુંડળી. રાજકોટ મનપાના ભ્રષ્ટ TPO સાગઠિયાના કાળા ધનનો ACBએ પર્દાફાશ કર્યો છે. મહા ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં 410% વધારે અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ACBએ હજુ તો 3 સ્થળે જ દરોડા પાડીને સાગઠિયાની બેનંબરની સંપત્તિ પકડી પાડી છે. આવી કેટલી કાળી કમાણી તેણે સંતાડી રાખી છે તેનો હિસાબ બાકી છે. 

ACBની તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટમાં સાગઠિયાની એક ગેસ એજન્સી ચાલી રહી છે. તેનો પેટ્રોલ પંપ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, અમદાવાદના અડાલજ પાસે આવેલા અદાણી શાંતિગ્રામમાં કૌભાંડી સાગઠિયાનો વૈભવી બંગલો મળી આવ્યો છે. સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની કાળી કમાણી મળી આવી છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ મહાભ્રષ્ટ સાગઠિયાના ભાઈની રાજકોટની ઑફિસમાં પણ દરોડા પાડ્યા છે.

જરા વિચારો જો રાજકોટ આગકાંડ ના સર્જાયો હોત તો 27 લોકોના જીવ જરૂરથી બચી ગયા હતો પરંતુ બેનંબરની મિલકતો ભેગી કરનારો મહાભ્રષ્ટ અધિકારી સાગઠિયો જ્યારે નિવૃત્ત થયો હોત ત્યારે તેણે કેટલા કરોડની સંપત્તિ બનાવી લીધી હોત? આ સૌથી મોટો સવાલ છે. 

ભ્રષ્ટાચાર રોકવાની વાતો કરતી ACB રાજકોટ આગકાંડ પછી જાગી છે. જ્યારે મહાભ્રષ્ટ સાગઠિયો જ્યારથી નોકરીમાં લાગ્યો ત્યારથી ભોળી પ્રજાને લૂંટીને કાળું ધન ભેગું કરી રહ્યો હતો. નેતાઓ ચૂંટણી આવે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસસની વાતો કરે છે પરંતુ રાજકોટ મહાનગર પાલિકામાં શું ચાલતું હતું. સાગઠિયો તો માત્ર હિમશીલાની ટોચ માત્ર છે. આવા તો અનેક મહાગઠિયા દરેક સરકારી કચેરીમાં બેઠા છે અને તેમનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. 

રાજકોટ મહાનગર પાલિકામાં સુસશાનની વાતો કરતા નેતાઓ પણ સાગઠિયાના ભ્રષ્ટાચારથી કેવી રીતે અજાણ હતા તે ખૂબ જ મોટો સવાલ છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને તો ડાયરેક્ટ ફાંસી થવી જોઈએ અને તેમના સગા-સંબંધીઓની મિલકતો પણ જપ્ત કરીને ગરીબ જનતાને આપી દેવી જોઈએ. જેથી સમાજમાં દાખલો બેસે કે સગા-વ્હાલાઓના નામે બેનંબરની મિલકતો ભેગી કરી તો તમારી હાલત પણ આવી જ થશે. 

પરંતુ અફસોસ કે આપણે ત્યાં કડક કાયદા છે તેમ છતાં ભ્રષ્ટાચારીઓનો વાળ વાંકો નથી. આ સાગઠિયો પણ હાલ તો કાયદાના સકંજામાં છે પરંતુ તે કેટલા સમય સુધી જેલમાં સડશે તે એક મોટો સવાલ છે. કેમ કે, દરેક ભ્રષ્ટાચારી દરેક વખતે પૈસા વેરીને છૂટી જાય છે અને આવા મહાભ્રષ્ટાચારીઓના કૌભાંડોનો ભોગ બનનારી પ્રજા બીચારી જિંદગીભર આંસુ વહાવતી રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news