રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હાલ, લોબીમાં ખાટલા પાથરી સારવાર આપી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળા ભરડો લીધો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેન્ગ્યુના (Dengue) જોવા મળી રહ્યા છે. રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar) ઉપરાંત સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં આવી રહ્યા છે. ત્યાં આજે જોવા મળ્યું કે, વોર્ડની અંદર જગ્યાના અભાવથી દર્દીઓને લોબીમાં ખાટલા પાથરી સારવાર આપવામાં આવી રહી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળા ભરડો લીધો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેન્ગ્યુના (Dengue) જોવા મળી રહ્યા છે. રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar) ઉપરાંત સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં આવી રહ્યા છે. ત્યાં આજે જોવા મળ્યું કે, વોર્ડની અંદર જગ્યાના અભાવથી દર્દીઓને લોબીમાં ખાટલા પાથરી સારવાર આપવામાં આવી રહી છે.
ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે
રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડની અંદર જગ્યા ખૂટી જતા દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા અને ગાદલા પાથરી સારવાર આપવામાં આવી રહી છે. તો સાથે જ રાત્રિ સમય દરમિયાન દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને મચ્છરનો ત્રાસ સતાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે દર્દીઓને પડતી હાલાકીનું કવરેજ માટે ગયેલ મીડિયા સાથે તબીબોએ ગેરવર્તન કર્યું હતું અને લોબીમાંથી બહાર જવા કહેવામાં આવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકીનું કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરનાર તબીબ સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ મનીષ મહેતાએ તેઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેઓ રેસિડન્ટ ડોક્ટર છે. તેમનાથી ભૂલ થઇ શકે છે. પરંતુ મીડિયાના નામે ગુંડા તત્વો હોસ્પિટલમાં ઘૂસી પ્રવેશ કરી મુશ્કેલી ન સર્જે માટે વોર્ડની અંદર વીડિયોગ્રાફી માટે મનાઇ ફરમાવામાં આવી છે. તેવામાં મીડિયા સાથેના ગેરવર્તન જોઇ મનપાના વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સિવિલ હોસ્પિટલના તંત્ર તેમજ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે મહેનત કરતી હોય છે. પરંતુ જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યાની જરૂર છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ નેતાઓના ઉદઘાટન માટે બંધ જોવા મળી રહ્યું છે. જો નેતાઓની રાહ ન જોવામાં આવે અને તાત્કાલિક અસરથી આ બિલ્ડિંગ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના દર્દીઓને તેનો સીધો ફાયદો થતો જોવા મળી શકે તેમ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે