રંગીલા રાજકોટમાંથી કૂટણખાનું ઝડપાયું, રંગરેલીયા મનાવતા 5 લોકોની ધરપકડ
પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર બીએસએનએલના બિલ્ડીંગ સુપરવાઈઝર, ગેસ્ટહાઉસના કેરટેકર, તેની પત્ની અને પુત્ર સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ હતી.
Trending Photos
રાજકોટ: રાજકોટ શહેરમાં ચૌધરી હાઇસ્કૂલ પાસે આવેલા બીએસએનએલની ઓફિસના ગેસ્ટહાઉસમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે ગેસ્ટહાઉસનું સંચાલન કરનાર બીએસએનએલના બિલ્ડીંગ સુપરવાઈઝર, ગેસ્ટહાઉસના કેરટેકર, તેની પત્ની અને પુત્ર સહિત 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ હતી. દરોડા સમયે પોલીસને પાંચ યુવતી પણ મળી આવી હતી, એટલું જ નહીં ગેસ્ટ હાઉસના રૂમોમાંથી પોલીસને કોન્ડોમ અને યૌનશક્તિ વધારતી દવાઓ પણ મળી આવી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી ગોરખધંધો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના દરોડા સમયે ગેસ્ટહાઉસનું સંચાલન કરતાં કર્મચારી હરેશ ભડિયાદરા, તેની પત્ની મીના ઉર્ફે મીનાક્ષી અને પુત્ર ગૌરવ ઉપરાંત બીએસએનએલના કલાસ-2 અધિકારી પરાગ મહેન્દ્રભાઇ ઠાકર તેમજ રંગરેલિયા મનાવવા આવેલા સંજય સવાણી સહિત પાંચ શખ્સને પકડી પાડ્યા હતા. દરોડા સમયે પોલીસને ઘટનાસ્થળેથી 5 રૂપલલનાઓને ઝડપી પાડી હતી.
બીએસએનએલના કર્મચારી એવા આરોપી હરેશની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવતો હતો. આ માટે ગેસ્ટ હાઉસમાં આવતા યુવકોને રૂ. 1000 જેટલી રકમ લઈને યુવતીઓ પૂરી પાડવામાં આવતી હતી. જ્યારે એકાંત માણવા આવતા યુગલ પાસેથી રૂ. 500 જેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બીએસએનએલની કચેરીના ગેસ્ટહાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની આઇબીને માહિતી મળી હતી. જેથી આઇબીએ આ અંગે રાજકોટ પોલીસને માહિતગાર કરાતા પ્રદ્યુમનનગર પોલીસને તપાસ કરવા આદેશ કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે