Video : રાજકોટ BJPમાં આંતરિક વિખવાદ સામે આવ્યો, ભરત બોઘરા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો
Trending Photos
રાજકોટ :રાજકોટ (Rajkot) જિલ્લા ભાજપમાં ભરત બોઘરાને લઇને વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાએ સોશિયલ મીડિયા (Social Media) માં મેસેજ વાયરલ કર્યો છે, જેમાં ભાજપ નેતા ભરત બોધરા (Bharat Boghara) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પોપટ રાજપરાએ આરોપ લગાવ્યો છે કે બોધરાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે અને સાથે જ જસદણની પેટાચૂંટણીમાં પૈસા ચાઉં કરી ગયા હતા. આ મામલે પ્રદેશ સ્તરે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સુધી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ભરત બોધરા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા દાવેદારી કરી રહ્યા છે. જેનાથી જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી છે.
આ મામલે પ્રદેશ નેતાઓએ કારવાર્યા કરવાની જરૂર છે તેવી માંગ પોપટ રાજપરા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ આ મામલે વાતચીત થી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે પણ પોપટ રાજપરાના ગંભીર આરોપોથી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
આમ, રાજકોટ જિલ્લા ભાજપમાં મોટાપાયે ચાલી રહેલો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. હાલ ભરત બોધરાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કેમ બનાવી શકાય તે મામલે મેસેજ વાયરલ થયા ભાજપમાં અનેક ચર્ચાઓ તથા સવાલો ઉઠ્યા છે. વાયરલ મેસેજમાં મંત્રી કુંવરજી બાવાળિયાની પેટાચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરવા, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પણ જોડાયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે