આજથી રાજકોટ AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પ્રારંભ, સીએમ ઓનલાઈન જોડાયા

આજથી રાજકોટ AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો પ્રારંભ, સીએમ ઓનલાઈન જોડાયા
  • પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું
  • રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો
  • 1195 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવાશે

રક્ષિત પંડ્યા/રાજકોટ :આજથી રાજકોટ એઈમ્સ (AIIMS) મેડિકલ કોલેજની પ્રથમ બેચના અભ્યાસની શરૂઆત થઈ રહી છે. પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓનું ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાગત કરવા માટે જોડાયા હતા. બંને મહાનુભાવો દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્વાગત કરાયું હતું. આ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂંક પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. આજે શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. 

આ પણ વાંચો : રાજકોટથી રાજ્યસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને મળી શકે છે ટિકિટ

રાજકોટમાં AIIMS મેડિકલ કોલેજની પ્રથમ બેચનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. MBBS ની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 50 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 17 શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વર્ચ્યુલ સ્વાગત હશે. પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે PDU મેડિકલ કોલેજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 

  • 1195 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવવામાં આવશે
  • આધુનિક મેડિકલ મશીનરી એઇમ્સ ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે
  • એઇમ્સ ખાતે આગામી સમયમાં 125 MBBS સીટ શરૂ કરવમાં આવશે 
  • દરેક રાજ્યમાં સુપર સ્પેશિયલીટી સુવિધા મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, એઇમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચ શરૂ કરવા બદલ તમામનો આભાર છે. મોદીજીએ ગુજરાતમાં મેડિકલ કોલેજ માટે નવી સોસાયટી બનાવી હતી. ગુજરાતની જનતા વતી હર્ષવર્ધનજીનો ખાસ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત વિકસિત રાજ્ય છે, પણ આરોગ્ય સુવિધા માટે એઇમ્સની જરૂર હતી. સરકાર દ્વારા આપવામાં આવેલ આ ભેટ બદલ આભાર. જલ્દીથી એઇમ્સનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. 

આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ

તો સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે, રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા માટે આનંદનો દિવસ છે. 1200 કરોડના ખર્ચે મારા સાંસદીય કાળમાં એઇમ્સ મળી એટલે મને વધુ આનંદ છે. 1956 માં પ્રથમ એઇમ્સ હોસ્પિટલ દિલ્હીમાં બની હતી. 2002 માં દરેક રાજ્યમાં એઇમ્સ માટે વિચાર કર્યો, જેના બાદ 2002 માં 6 એઇમ્સ બનવવામાં આવી. 2014 થી અત્યાર સુધી નરેન્દ્રભાઇએ 14 એઇમ્સને મંજૂરી આપી છે. ગુજરાતમાં પ્રથમ એઇમ્સ રાજકોટમાં બની માટે છે જે ગર્વની બાબત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news