રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે

રાજસ્થાનના રાજકારણ (rajasthan politics) માં ગુજરાત કનેક્શન જોડાયું છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. રાજસ્થાન ભાજપના 15 જેટલા ધારાસભ્યો આજ સાંજ સુધીમાં ગુજરાતમાં હશે. રાજસ્થાનમાં એક પછી એક બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રણનીતિ ઘડી છે, જેમાં ભાજપના વસુંધરા રાજે સમર્થિત અને મેવાડ વિસ્તારના 5થી વધુ ધારાસભ્યો આજે સવારે અમદાવાદ પહોંચ્યા છે. આ તમામને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા છે. 

રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજસ્થાનના રાજકારણ (rajasthan politics) માં ગુજરાત કનેક્શન જોડાયું છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં મળનારા વિધાનસભા સત્ર પહેલા રાજસ્થાનના 20થી વધુ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામા આવ્યા છે. રાજસ્થાનની ગેહલોત સરકાર (Ashok Gehlot) પરના જોખમ વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા છે. રાજસ્થાન ભાજપના 15 જેટલા ધારાસભ્યો આજ સાંજ સુધીમાં ગુજરાતમાં હશે. રાજસ્થાનમાં એક પછી એક બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે હવે ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રણનીતિ ઘડી છે, જેમાં ભાજપના વસુંધરા રાજે સમર્થિત અને મેવાડ વિસ્તારના 5થી વધુ ધારાસભ્યો આજે સવારે અમદાવાદ પહોંચ્યા છે. આ તમામને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા છે. 

સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું 

તમામ ધારાસભ્યોમાં સચિન પાયલટ જૂથના 3 ધારાસભ્યો અને 2 અપક્ષો પણ હોવાની વિગતો મળી રહી છે. જોકે આ ધારાસભ્યોના ચોક્કસ સ્થાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. રાજસ્થાન ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેનું અત્યાર સુધીનું મૌન ભાજપ માટે અકળાવનારું હતું અને તેમનું સમર્થન ગેહલોત સરકારને હોય તે પ્રકારનો મેસેજ જઈ રહ્યો હતો. જેના કારણે ભાજપે ગઈકાલે મોડી સાંજે મેવાડના 5થી વધુ ધારાસભ્યોને ગુજરાત ખસેડવા માટે રણનીતિ ઘડી હતી. 

સૂત્રોની વાત સાચી માનીએ તો, આમાંથી 3 જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોતના સંપર્કમાં હતા, જેના કારણે ભાજપને ડર હતો કે આ ધારાસભ્યો વિધાનસભા સત્ર દરમિયાન ગેહલોત સરકારને સમર્થન કરી શકે છે. જેના કારણે આ ધારાસભ્યોને પહેલા ગુજરાત મોકલવામાં આવ્યા. ત્યાર બાદ અન્ય 10 ધારાસભ્યોને પણ ગુજરાત મોકલવામાં આવ્યા. જેમાં 6 ધારાસભ્યો ચાર્ટર ફ્લાઈટથી પોરબંદર પહોંચ્યા. જ્યાંથી તેમને સોમનાથ કે દ્વારકા લઈ જવાશે. જ્યારે 4 ધારાસભ્યો બાય રોડ ગાંધીનગર પહોંચી રહ્યા છે. 

Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત

આમ રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે. ભાજપ માટે ગુજરાત વર્ષોથી ગઢ રહ્યું છે એટલે સૌથી સુરક્ષિત રાજ્ય છે. એકતરફ કોંગ્રેસમાં પાયલટ જૂથની બગાવત છે, ત્યારે બીજી તરફ ભાજપમાં કોઈ વિખવાદ ન થાય તે માટે ભાજપે પોતાના આ ધારાસભ્યોને ગુજરાત ખસેડ્યા છે. જોકે ગુજરાત ભાજપના મોટાભાગના નેતાઓ આ વાત અંગે અંધારામાં છે. એકતરફ વસુંધરા રાજે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યારે ભાજપ રાજસ્થાનનો પોતાનો મોરચો જાળવી રાખવી એડીચોટીનું જોર લગાવી છે. ગેહલોત કેમ્પનો દાવો છે કે, તેમની સરકારને કોઈ ચિંતા નથી અને તેમની પાસે પૂરતું સંખ્યાબળ છે, ત્યારે હવે ભાજપની આ નવી રણનીતિ કેટલી કામગર સાબિત થાય છે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news