ગુજરાતના 125 તાલુકામાં વરસાદ, બનાસકાંઠા અને ભાવનગરના 7 રસ્તા થયા બંધ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 125 તાલુકામાં (Taluka) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના (Surat) ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 125 તાલુકામાં (Taluka) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના (Surat) ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ (Rain) ખાબક્યો છે. જ્યારે સુરતના માંગરોળમાં (Mangrol) ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના અંકલેશ્વર (Ankleswar) અને હાંસોટ તેમજ ભાગવનગરના મહુવામાં (Mahuva) અઢી ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત મહિસાગરના (Mahisagar) લુણાવાડામાં બે ઇંચ વરસાદ (Rain) પડ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 6 તાલુકાઓમાં (Taluka) બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ (Heavy Rain) નોંધાયો છે.
તો બીજી તરફ પાટણ જિલ્લામાં નાળાઓ અને વોળાઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવારસમાં ભારે વરસાદ થતાં સિદ્ધપુર પાસેથી પસાર થતા વોળાઓમાં નવા નીર આવ્યા છે. નાળાઓમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વોળાઓમાં નવા નીર આવતા લોકો ડીપમાં પાણીનો પ્રવાહ નિહાળવા પહોંચી ગયા છે. ત્યારે નવા નીર આવતા જમીનના તળ ઉપર આવશે તેવી ખેડૂતોમાં આશા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થઈ ગયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના 7 રસ્તાઓ બંધ થયા છે. બનાસકાંઠામાં 1, પાટણમાં 5 અને ભાવનગરમાં 1 રસ્તો બંધ થયો છે. જો કે, પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જોડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે