અંબિકા નદીની રેલી ઉલેચતા માફિયાઓ પર પડી રેડ, પોલીસને જોઈને ભાગવા લાગ્યા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસણ ગામે બારડોલી પ્રાંત અધિકારીએ રેડ કરી હતી. સિંઘમ સ્ટાઈલમાં ઉતરી આવેલ અધિકારીએ ખાણ ખનીજ વિભાગના નિયમો ભંગ કરી રેતી ખનન અને વાહન કરતી 48 જેટલી ટ્રકો, 30 જેટલા મોબાઈલ, હિટાચી મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સેવાસણ ગામ પાસેથી પસાર થતી અંબિકા નદીમાં મોટાપાયે રેતીખનન ચાલી રહ્યુ હતું. જે આખરે પકડાયુ હતું. આમ, અંબિકા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. 
અંબિકા નદીની રેલી ઉલેચતા માફિયાઓ પર પડી રેડ, પોલીસને જોઈને ભાગવા લાગ્યા

ઝી મીડિયા/બ્યૂરો :સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસણ ગામે બારડોલી પ્રાંત અધિકારીએ રેડ કરી હતી. સિંઘમ સ્ટાઈલમાં ઉતરી આવેલ અધિકારીએ ખાણ ખનીજ વિભાગના નિયમો ભંગ કરી રેતી ખનન અને વાહન કરતી 48 જેટલી ટ્રકો, 30 જેટલા મોબાઈલ, હિટાચી મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સેવાસણ ગામ પાસેથી પસાર થતી અંબિકા નદીમાં મોટાપાયે રેતીખનન ચાલી રહ્યુ હતું. જે આખરે પકડાયુ હતું. આમ, અંબિકા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. 

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનેક દિવસોથી ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદ બારડોલીના નવ યુવાન પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા સ્મિત લોઢા હરકતમાં આવ્યા હતાં અને સેવાસણ ગામે પૂર્ણાં નદીમાં ચાલતું રેતી ખનન ઝડપી પાડ્યું હતું. સેવાસણ ગામે લીઝ ધારક સામે ફરિયાદ ઉઠી હતી. જેથી પ્રાંત અધિકારી એ પોતાની ટીમ સાથે છાપો માર્યો હતો. SDM, 2 મામલતદાર, 4 નાયબ મામલતદાર સહિત પોલીસ સ્ટાફ સાથે રેડ પાડવામા આવી હતી. માર્ગમાં જ 3 જેટલી ટ્રકો પરમીટ વગર આવેલી મળી હતી. ટીમ તપાસ માટે આવતી જોઈ નદી તટે રેતી માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. 

ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારતા હિટાચી મશીનના માધ્યમથી બેફામ રેતી ખનન ચાલતું નજરે પડ્યું હતું. રેતી ખનન માટે લીઝ ધારકએ પરવાનગી તો મેળવી હતી. પરંતુ એ પહેલાં પર્યાવરણ ક્લિયરન્સ સહિતના અનેક પરવાના મેળવ્યા ન હતા. 

બારડોલી ખાણ ખનીજ વિભાગીન ટીમે મારેલા છાપામારીમાં 48 જેટલી ટ્રકો, 30 થી વધુ ટ્રક ચાલકોના મોબાઈલ ફોન, રેતી ખનન કરતું હિટાચી મશીન સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે લાંબા સમય બાદ ખાણ ખનીજ વિભાગની ટીમ એક્ટિવ. ત્યારે મહુવા સહિત બારડોલી તાલુકા ના ગામો માં પણ ચાલતા રેતી અને માટી ખનન પર રાજકીય દબાણ વગર કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી થઈ પડ્યું છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news