કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવીશું: રાહુલ ગાંધી
સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ, ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રફૂલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે.
Trending Photos
Loksabha Election 2024: રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ, ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રફૂલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી રાખ્યો છે તે હું ઠીક કરવા માટે આવ્યો છું.
સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ છે. આજે હિન્દુસ્તાનમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. બીજેપી એક દેશ, એક ભાષા, એક લીડરમાં માને છે. પ્રફુલ્લ પટેલ રાજાની જેમ બેસાડ્યા છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા હતા, હવે પ્રફુલ્લ પટેલ એડમિનિસ્ટ્રેશન નહિ પરંતુ રાજા છે. રાજાને દિલ્હીથી બેસાડ્યો છે. જે કરવું હોય એની છૂટ છે. પ્રફુલ્લ પટેલ જે મનમાં આવે એ કરે છે. આ આખા દેશમાં ચાલી રહ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સંવિધાનની રક્ષા કરીએ છીએ. ભાજપ સંવિધાનને પૂરું કરવા લાગ્યા છે. પફુલ્લ પટેલ પાસે કઈ માંગવા જઈએ તો ગેટ આઉટ કહી દે છે આવું દિલ્હીમાં થાય છે. ઇડી, પોલીસ, ઇન્કમટેક્સ ભાજપ પાસે છે. ઇલેક્શન કમિશનર, જ્યૂડીસીયરી બધું જ ભાજપ પાસે છે. હવે આ લોકો લોકતંત્રને પૂરું કરવા લાગ્યા છે. તમામ વાઇસ ચાન્સલર આર.એસ.એસ ના છે. આર.એસ.એસના ચીફનું નિવેદન આવે છે કે અમેં રીઝવેશન વિરુદ્ધ નથી. એ લોકોએ પહેલા કીધું હતું અમે રીઝવેશન વિરુદ્ધ છે. આ બીચ પર સાઈન હોઈ અદાણી બીચ, હાઇવે અદાણી બીચ.... આ બધાના 16 લાખ કરોડ મોદીએ માફ કર્યા. પરંતુ ખેડૂતો અને વિદ્યાર્થીઓનો એક રૂપિયો પણ માફ કર્યો નહિ.
રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, અમારી સરકાર દિલ્હીમાં આવશે તો પ્રફુલ્લ પટેલને કાઢી નાંખશું. એમની દાદાગીરી ટાઇડ કરી નાખીશ. હું મૂળ ઠીક કરવા આવ્યો છું. એક મહિલાના નામની પસંદગી થશે. એક વર્ષમાં 1 લાખ રૂપિયા આપીશું. અકલજીને બવ બધાને બેરોજગાર કર્યા છે. યુવાઓને એપ્રેન્ટિસ્ટની નોકરી મળશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. મનરેગામાં અમે 400 રૂપિયા કરીશું. અમારો ક્રાંતિકારી મેની ફેસ્ટો છે, પછી એડમિનિસ્ટ્રેશન ભાગશે નહિ આગળ પાછળ ભાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે